દિલ્લી,
પોતાની આંખના માત્ર એક ઈશારાના કારણે નેશનલ ક્રશ બનેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વિડીયો વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં તે “હવા હવા”નું ગીત ગાતી જોવા મળી રહી છે અને આ વિડીયોમાં આ અભિનેત્રી સાથે બીજા અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આ વિડીયો પણ ધૂમ મચાવી રહ્યો છે. પ્રિયા પ્રકાશનો જે વિડીયો વાઈરલ થયો છે એ ગીત અર્જુન કપૂરની ફિલ્મ મુબારકાનું છે અને આ પહેલા રીમેક સોંગ હવા-હવા ખૂબ પોપ્યુલર થયું હતું.
http://https://youtu.be/a30_MBmfvWg
મહત્વનું છે કે, આંખના માત્ર એક ઈશારાના કારણે નેશનલ ક્રશ બનેલી આ મલયાલમ અભિનેત્રીનો કોઈ પણ વિડીયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થતો હોય છે અને પ્રશંસા મેળવતો હોય છે.
આ પહેલા રણબીર કપૂર અને અનુષ્કા શર્માની ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”નું ગીત “મેરે સઈયા જી સે” પર પણ પ્રિયા પ્રકાશનો વિડીયો સામે આવ્યો હતો અને ખૂબ વાઈરલ થયો હતો.
આ રીતે આવી હતી ચર્ચામાં
તમને જણાવી દઈએ કે, બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વિડીયો ગત ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ પહેલા વાઈરલ થયો હતો અને આ વિડીયોએ દેશભરમાં ધૂમ મચાવી હતી અને ગણતરીના કલાકોમાં આ અભિનેત્રીએ નેશનલ ક્રશ બની ગઈ હતી’
૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા મલયાલમ ફિલ્મ “ઉરુ અદર” લવથી ડેબ્યુ કરી રહી છે અને આ ફિલ્મ આ વર્ષે ઇદના દિવસે રિલીઝ થવાની છે.
