Himachal Pradesh Chamba Bus Accident News: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બૈરાગઢ-ચંબા માર્ગ પર દેવીકોટી નજીક ચાલુજ વળાંક પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ અચાનક અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત આશરે 22 લોકો સવાર હતા. બસ Himachal Pradesh ના દેવીકોટી નજીક ચાલુજ વળાંક પર પહોંચી ત્યારે અચાનક કાબૂ ગુમાવી બેઠી હતી. ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે સરકીને ઊંડી ખીણમાં જઈ પડી હતી.
અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભારે વરસાદ વચ્ચે Himachal Pradeshમાં અકસ્માત
હિમાચલ પ્રદેશમાં(Himachal Pradesh) હાલ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થિતિ ચિંતાજનક બની છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ અને તેની સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓમાં 64 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ભૂસ્ખલનની 14 ઘટનાઓ પણ નોંધાઈ છે.
🚨 HIMACHAL PRADESH | BUS ACCIDENT
A private Sharma bus met with an accident on the Tissa–Bairagarh road in Chamba district, Himachal Pradesh.
The bus reportedly met with an accident while travelling on the route leaving 3 people dead and several others injured. Rescue and… pic.twitter.com/kaSHq4i2oa
— contentkikamii (@contentkikamii) August 8, 2026
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) આગામી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ, ભૂસ્ખલન અને રસ્તાઓને નુકસાન થવાના કારણે મુસાફરો માટે મુશ્કેલી વધી રહી છે.
ચંબાના આ બસ અકસ્માત બાદ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે. હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
