Gujarat Rain News: રાજ્યમાં અનેક સ્થાનો પર મુશળધાર વરસાદ (Heavy Rain) નો કહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગ (IMD)મુજબ હજુ આગામી દિવસોમાં અનેક સ્થાનો પર ભારે વરસાદ જોવા મળી શકે. એક અધિકારીના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન બનવાથી રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ આગામી દિવસ રાજ્ય માટે વધુ ભારે વરસાદની ચેતવણી આપતા કેટલાક સ્થાનો પર રેડ એલર્ટ જારી કરાયું છે.

ડિપ સિસ્ટમના પગલે આવનાર 2 દિવસ ભારે વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું. જુનાગઢ, રાજકોટ, જામનગરમાં પણ ભારે વરસાદ પડશે. 26થી 28 ઓગસ્ટ વચ્ચે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે. જ્યારે આજે નવસારી, દમણ, દાહોદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજયમાં સવારે 6થી 8 વાગે ધોધમાર વરસાદે માજા મૂકી છે. સૌથી વધુ રાજકોટના લોધીકામાં 3.8 ઇંચ, રાજકોટમાં વરસાદ 3.28 ઇંચ , સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.64 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 2.56 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 2.2 ઇંચ અને ખેડાના મહુધામાં 2.12 ઇંચ વરસાદ ખાબકતા લોકો ઘરોમાં પૂરાવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
