Gujarat Weather Update/ ગુજરાતમાં રથયાત્રા પહેલા હવામાન વિભાગની આગાહી સામાન્ય વરસાદની શક્યતા, જાણો વરસાદ અને પવન અંગેની IMDની આગાહી

રથયાત્રા દરમિયાન પણ સામાન્ય વરસાદની આગાહી, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સલાહ આપી છે.

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું જણાવાયું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં યોજાનારી રથયાત્રા દરમિયાન પણ સામાન્ય વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. સમુદ્ર વિસ્તારમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના વાતાવરણ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. જોકે તેની અસરથી ભારે વરસાદની સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી. બીજી તરફ વરસાદનું પ્રમાણ ઓછું રહેતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઉકળાટ અને ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી લોકોને ગરમી અને ભેજવાળા વાતાવરણનો સામનો કરવો પડી શકે છે.


આ પણ વાંચો: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો ક્યાં રાજ્યોમાં આગામી 12 કલાક રહેશે ભારે

આ પણ વાંચો: ગુજરાતના જૂનાગઢમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 24.63% વરસાદ: નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર, 7 દિવસ ભારે વરસાદની આગાહી નહીં