Not Set/ IPL 2018 : રોમાંચક મેચમાં CSKને હરાવી પંજાબે મેળવી ધમાકેદાર જીત, ગેઇલે ફટકારી તૂફાની ફિફ્ટી

મોહાલી, મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૯૮ રનના ટાર્ગેટ સામે ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦ ઓવરમાં ૧૯૩ રન બનાવી શકી હતી અને પંજાબે ધમાકેદાર જીત મેળવી હતી. A nail biting finish here at Mohali.#KXIP […]

Top Stories

મોહાલી,

મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૯૮ રનના ટાર્ગેટ સામે ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦ ઓવરમાં ૧૯૩ રન બનાવી શકી હતી અને પંજાબે ધમાકેદાર જીત મેળવી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન ગેઈલ રહ્યો હતો. પોતાની પ્રથમ મેચ રમી રહેલા ગેઈલે માત્ર ૩૩ બોલમાં ૬૩ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૯૭ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેરેબિયન સ્ફોટક ઓપનર ક્રિશ ગેઈલ અને લોકેશ રાહુલની જોડીએ શાનદાર શરૂઆત આપતા માત્ર ૮ ઓવરમાં ટીમનો સ્કોર ૯૬ રન સુધી પહોચાડ્યો હતો. રાહુલ ૨૨ બોલમાં ૩૭ રન જયારે આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ગેઈલે ૪ સિક્સર અને ૭ ચોક્કાની મદદથી માત્ર ૩૩ બોલમાં ૬૩ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી.

જો કે ત્યારબાદ મયંક અગ્રવાલ ૩૦, યુવરાજ સિંહ ૨૦ અને કરુણ નાયર ૧૭ બોલમાં ૨૯ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા. જયારે ચેન્નાઈ તરફથી ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને સ્પિન બોલર ઇમરાન તાહિરે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૯૮ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા CSKની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શેન વોટસન માત્ર ૧૧ રન બનાવી આઉટ થયો હતો. જયારે સુરેશ રૈનાના સ્થાને ટીમમાં આવેલા મુરલી વિજય પણ ૧૨ રન બનાવી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાયનો પ્રથમ શિકાર બન્યો હતો.

બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા અંબાતી રાયડુ ૩૫ બોલમાં ૪૯ રન ફટકાર્યા હતા પરંતુ તે રન આઉટ થયો હતો. જયારે ગત મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારનાર સેમ બિલિનગ્સ માત્ર ૯ રન બનાવી પેવેલીયનમાં ભેગો થયો હતો. ત્યારબાદ ચેન્નાઈની ટીમના કેપ્ટન એમ એસ ધોનીએ ૪૪ બોલમાં ૭૯ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. મેચના છેલ્લા બે બોલ પર ચેન્નઈની ટીમને ૧૧ રનની જરૂરત હતી પરતું ધોનીએ અંતિમ બોલ પર સિક્સર ફટકાર્યા બાદ પણ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. જયારે ઓલરાઉન્ડર જાડેજાએ ૧૩ બોલમાં એક સિક્સર સાથે ૧૯ રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાયએ ૨ જયારે મોહિત શર્મા અને સ્પિન બોલર આર. અશ્વિને અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.