US Senator Chris Murphy Accuses Donald Trump on Iran War: ઈરાન યુદ્ધને લઈને અમેરિકાની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. અમેરિકી સેનેટર ક્રિસ મર્ફીએ સેનેટમાં રાષ્ટ્રપતિ Donald Trump પર ગંભીર આરોપ લગાવ્યા છે. મર્ફીનો દાવો છે કે ટ્રમ્પ છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન લોકોને ઈરાન યુદ્ધ અંગે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વારંવાર યુદ્ધ સમાપ્ત થવાની ખોટી આશા આપી રહ્યા છે.
‘વારંવાર કહેવામાં આવ્યું કે યુદ્ધ સમાપ્ત થવાનું છે’
સેનેટર મર્ફીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ અનેક વખત ઈરાન સાથે સમજૂતી અથવા યુદ્ધવિરામ નજીક હોવાના સંકેતો આપી ચૂક્યા છે. જોકે, તેમના કહેવા મુજબ અત્યાર સુધી આ પ્રકારની જાહેરાતો બાદ કોઈ કાયમી સમજૂતી થઈ નથી. મર્ફીએ એવો પણ આરોપ લગાવ્યો કે બજાર ખુલતા પહેલાં યુદ્ધ સમાપ્ત થવાની વાતો કરીને બજાર પર અસર પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, આ તમામ આરોપો સેનેટર મર્ફીના દાવા છે.
Donald Trump ના ટ્રુથ સોશિયલ સબ્સ્ક્રિપ્શનનો ઉલ્લેખ
મર્ફીએ ટ્રમ્પ સાથે જોડાયેલા ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવેલા મોંઘા સબ્સ્ક્રિપ્શનનો પણ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, આ સબ્સ્ક્રિપ્શન દ્વારા ગ્રાહકોને ટ્રમ્પની પોસ્ટ્સ વહેલી તકે જોવાની સુવિધા આપવામાં આવતી હોવાનો દાવો છે. મર્ફીએ સવાલ ઉઠાવ્યો કે જો આવી સુવિધા દ્વારા અમેરિકાની વિદેશ નીતિ સાથે જોડાયેલી માહિતી અગાઉથી ઉપલબ્ધ થાય, તો તેનો દુરુપયોગ થઈ શકે છે કે નહીં.
‘યુદ્ધ જલદી પૂરું થશે’ એવો પેટર્ન હોવાનો દાવો
સેનેટર મર્ફીએ દાવો કર્યો કે Donald Trump ઘણી વખત રવિવાર અથવા સોમવારના રોજ બજાર શરૂ થાય તે પહેલાં યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે નિવેદનો આપે છે. તેમના જણાવ્યા મુજબ, આવી જાહેરાતો અનેક વખત કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિક સમજૂતી થઈ નથી.
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ
મર્ફીએ Donald Trump ને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો વાસ્તવિક અને કાયમી અંત લાવવા અપીલ કરી છે. તેમણે અગાઉના યુદ્ધવિરામનો ઉલ્લેખ કરતા કહ્યું કે માત્ર જાહેરાત પૂરતી નથી, પરંતુ લાંબા સમય સુધી ટકી શકે તેવી સ્પષ્ટ સમજૂતી જરૂરી છે. હવે સેનેટર મર્ફીના આ આરોપો બાદ અમેરિકાની રાજનીતિમાં ઈરાન યુદ્ધ અને ટ્રમ્પની નીતિને લઈને ચર્ચા વધુ તેજ બની છે.
આ પણ વાંચો:મોજતબા ખામેનેઈની તબિયતને લઈને અફવાઓ વચ્ચે સામે આવ્યો વીડિયો
આ પણ વાંચો:H-1B વિઝા ધારકોની મુશ્કેલી વધશે? અમેરિકામાં 60 દિવસની ગ્રેસ પિરિયડ પર મોટો નિર્ણય શક્ય
આ પણ વાંચો:બેંગકોકની સ્કૂલમાં ખૂની ખેલ; વિદ્યાર્થીએ દાદા-દાદીની હત્યા કરી સ્કૂલમાં કર્યો ગોળીબાર, 8ના મોત
