World News/ મોજતબા ખામેનેઈની તબિયતને લઈને અફવાઓ વચ્ચે સામે આવ્યો વીડિયો

ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની(Mojtaba Khamenei ) તબિયત અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે સરકારી એજન્સીએ ન્યૂઝે તેમનો સ્વસ્થ વીડિયો જારી કર્યો છે. જાણો વિગત.

Top Stories World
Mojtaba Khamenei

Mojtaba Khamenei Health Update Video:  ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની તબિયતને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન ઈરાનની સરકારી સમાચાર એજન્સી મેહર ન્યૂઝે મોજતબા ખામેનેઈનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તેઓ સ્વસ્થ અને સામાન્ય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

જોકે, આ વીડિયો ક્યારેનો છે તેની કોઈ સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. તેથી વીડિયોના આધારે તેમની હાલની તબિયત અંગે ચોક્કસ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?

સામે આવેલા વીડિયોમાં મોજતબા ખામેનેઈ(Mojtaba Khamenei) એક ગાદલા પર બેઠેલા જોવા મળે છે. તેમની સામે કેટલાક લોકો બેઠા છે અને તેઓ તેમની સાથે વાતચીત કરતા નજરે પડે છે. વીડિયોમાં તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તેવું દેખાતું નથી.

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેમની તબિયતને લઈને વિદેશી મીડિયામાં ગંભીર દાવા કરવામાં આવ્યા હતા.

ઇઝરાયલી મીડિયાએ કર્યો હતો ગંભીર દાવો

તાજેતરમાં કેટલાક ઇઝરાયલી મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોજતબા ખામેનેઈની(Mojtaba Khamenei) તબિયત ખૂબ જ નાજુક છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલોમાં ઈરાનના નેતૃત્વ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં તો તેમની સ્થિતિ એટલી ગંભીર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું કે ગમે ત્યારે ખરાબ સમાચાર આવી શકે છે.

ઈરાન તરફથી વીડિયો જાહેર કરવાનો શું અર્થ?

હવે ઈરાનની સરકારી સમાચાર એજન્સી દ્વારા મોજતબા ખામેનેઈનો(Mojtaba Khamenei) વીડિયો જાહેર કરવામાં આવતા આ દાવાઓ પર ફરી ચર્ચા શરૂ થઈ છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વીડિયો દ્વારા તેમની તબિયતને લઈને ચાલી રહેલી અફવાઓને જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે.

જોકે, વીડિયો જૂનો છે કે તાજેતરનો, તેની પુષ્ટિ ન થવાને કારણે હાલ કોઈ ચોક્કસ દાવો કરવો યોગ્ય નથી.

Mojtaba Khamenei Health Update

રાષ્ટ્રપતિએ પણ સંપર્ક અંગે કરી હતી વાત

આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પણ મોજતબા ખામેનેઈ(Mojtaba Khamenei) સાથે સીધો સંપર્ક કરવો હાલમાં મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે તેમની હાજરીને દેશ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.

આ ઉપરાંત કેટલાક વિદેશી મીડિયા અહેવાલોમાં મોજતબા ખામેનેઈ(Mojtaba Khamenei) ઈરાનમાં હાજર છે કે નહીં તેને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

હવે સામે આવેલા આ વીડિયાએ તેમની તબિયત અંગે ચાલી રહેલી ચર્ચાને વધુ રસપ્રદ બનાવી છે. જોકે વીડિયો ક્યારેનો છે તેની સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી તેમની હાલની સ્થિતિ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ રહેશે.


આ પણ વાંચો:ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

આ પણ વાંચો:AIની મદદથી વૈજ્ઞાનિકોએ બનાવ્યા 16 નવા વાઈરસ, જાણો કેમ વધી બાયોસેફ્ટીની ચિંતા?

આ પણ વાંચો:થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ