World News/ ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

Iranના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સરકારી ટીવી પર દાવો કર્યો છે કે ઇરાન પર 48 કલાકમાં કબજો કરવાની યોજના હતી, જેને ઇરાને નિષ્ફળ બનાવી દીધી છે.

international Top Stories World
Iran

Iran President Masoud Pezeshkian TV Interview Updates:  ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને મોટો દાવો કર્યો છે. ઈરાનની સરકારી ટેલિવિઝનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમના વિરોધીઓએ સીરિયા જેવી સ્થિતિ ઊભી કરીને માત્ર 48 કલાકમાં ઈરાન પર કબજો કરવાની યોજના બનાવી હતી. જોકે, ઈરાનની સૈન્ય ક્ષમતા અને પ્રતિકારના કારણે આ યોજના નિષ્ફળ ગઈ હોવાનો દાવો તેમણે કર્યો છે.

પેઝેશ્કિયાને શુક્રવારે આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકા અને ઈઝરાયલ સાથેના તણાવ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ઈરાને પોતાની તરફથી આ યુદ્ધની શરૂઆત કરી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, સંઘર્ષ પહેલાં ઈરાનની સરકાર વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ બીજી તરફથી સતત તણાવ વધતો ગયો અને સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી.

‘ઈરાનને 48 કલાકમાં નબળું પાડવાની યોજના હતી

પેઝેશ્કિયાનના જણાવ્યા પ્રમાણે, વિરોધીઓને એવું લાગતું હતું કે સૈન્ય દબાણ અને હુમલાઓના કારણે ઈરાન (Iran)ની વ્યવસ્થા ઝડપથી નબળી પડી જશે અને દેશને થોડા જ સમયમાં અસ્થિર કરી શકાશે.

તેમણે દાવો કર્યો કે ઈરાનને સીરિયા જેવી સ્થિતિમાં લાવવાની અને 48 કલાકમાં દેશ પર કબજો કરવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે, ઈરાને પોતાની ક્ષમતા અને તાકાતનો ઉપયોગ કરીને આ યોજના નિષ્ફળ બનાવી દીધી. રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિએ સાબિત કરી દીધું છે કે ઈરાનને સરળતાથી નબળું કે અસ્થિર કરી શકાય તેમ નથી. મુશ્કેલીઓ હોવા છતાં દેશ મજબૂતીથી આગળ વધી રહ્યો છે અને ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.

iran

મુસ્લિમ દેશોને એકતાની અપીલ

પેઝેશ્કિયાને પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન મુસ્લિમ દેશોને પણ એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મુસ્લિમ દેશો એકતા જાળવે છે ત્યારે બહારથી ઊભા થતા પડકારો અને દબાણનો વધુ અસરકારક રીતે સામનો કરી શકાય છે. તેમણે ઈરાનની(Iran) અંદરની સ્થિતિ અંગે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે સતત દબાણ છતાં દેશની વ્યવસ્થા તૂટી નથી. તેમના અનુસાર, ઈરાન પોતાના માર્ગ પર આગળ વધતું રહેશે.

અમેરિકા-ઈઝરાયલ પર યુદ્ધ શરૂ કરવાનો આરોપ

ઈરાનના(Iran) રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયલ પર સંઘર્ષ શરૂ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ઈરાન વાતચીત દ્વારા ઉકેલ શોધવા માંગતું હતું, પરંતુ સતત વધતા તણાવના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સાથેનો સંઘર્ષ વહેલી તકે સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે અમેરિકી સૈન્યને કેટલીક હથિયાર સપ્લાય સંબંધિત મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Iranના સર્વોચ્ચ નેતૃત્વ પર પણ ચર્ચા

પેઝેશ્કિયાને ઈરાનના(Iran) સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની સાથે સીધી વાતચીત કરવી હાલ મુશ્કેલ છે, પરંતુ તેમની હાજરીને ઈરાન માટે મહત્વપૂર્ણ ગણાવી.

આ સમગ્ર મામલે ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હજુ પણ યથાવત છે. પેઝેશ્કિયાનના તાજા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે ઈરાન હાલના દબાણ સામે ઝૂકવાને બદલે પોતાની સ્થિતિ મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, તેમના દ્વારા કરવામાં આવેલા 48 કલાકમાં કબજાની યોજનાના દાવા અંગે સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી.


આ પણ વાંચો:અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશિપના નિયમો કડક; ટ્રમ્પે જાહેર કર્યા નવા આદેશ

આ પણ વાંચો:બાંગ્લાદેશમાં શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘરને બનાવ્યું નિશાન, પેટ્રોલ બોમ્બ ફેંક્યા

આ પણ વાંચો:ટ્રમ્પ પ્રશાસનનો સકંજો; ભારતીય વિદ્યાર્થીઓના F-1 વિઝામાં 62% નો ઘટાડો, OPT પર સંકટ