અમદાવાદમાં GST ને લઇ પગરખાં બજાર બંધ
પગરખાના વેપારીઓએ કર્યો GST વધારાનો વિરોધ
કાલુપુરમાં આવે બજારમાં વેપારીઓ દ્વારા વિરોધ
રાજ્યમાં પણ વેપારીઓ દ્વારા વિરોધ
કેન્દ્ર સરકારે જ્યારથી GST અમલી બનાવ્યો છે ત્યારે અનેક પ્રકારની મુશકેલીઓનો સામનો વેપારીઓ કરી રહ્યા છે પહેલા આ જીએસટી માટે અનેક ફોર્મ ભરવાની માથાકૂટ હતી અને હવે જીએસટીના દરમાં વધારો જે પ્રમાણે થઇ રહ્યો છે જેના લીધે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા કાપડના વેપારીઓ પણ વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે તેમનો બંધ સફળ રહ્યો હતો અને તેમના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 12 ટકાથી 5 ટકા પરત કરી દેવામાં આવ્યું હતું,અમદાવાદના પગરખાના વેપારીઓઅ જીએસટીનો વિરોધ કર્યો છે. તેમના જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યું છે તેના લીધે વિરોધ કરી રહ્યા છે વેપારીઓ. આ ઉપરાંત રાજ્યના પગરખા વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. મેટ્રો સીટી અમદાવાદના કાલુપુર વિસ્તારના વેપારીઓએ જીએસટીનો સખત વિરોધ કર્યો છે.
