નવી દિલ્લી,
હાલમાં જ ગુજરાત બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ જાહેર થયું. ગુજરાતને કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ મળ્યો છે.
નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજિત 11 મી ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ અને લીડરશીપ એવોર્ડ 2018 માં ગુજરાત ને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો..
કૃષિમંત્રી આર. સી.ફળદુ ને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના હસ્તે ગઈ કાલે રાત્રે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના કૃષિ વિભાગને આ ગૌરવ સન્માન મેળવવા માટે અભિનંદન પાઠવ્યા છે
