Ahmedabad News/ વાસણામાં ચાલુ કારના બોનેટ પર સ્ટંટ કરનાર યુવક ઝડપાયો

આ સ્ટંટ દરમિયાન રસ્તા પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને પણ ગંભીર જોખમ ઊભું થયું હતું.

Gujarat Ahmedabad
અમદાવાદના વાસણા વિસ્તારમાં ચાલુ કારના બોનેટ પર બે યુવકોને બેસાડીને જોખમી સ્ટંટ (Stunt)કરનાર કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે.

Ahmedabad News : અમદાવાદના વાસણા વિસ્તારમાં ચાલુ કારના બોનેટ પર બે યુવકોને બેસાડીને જોખમી સ્ટંટ (Stunt)કરનાર કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ સ્ટંટ (Stunt)નો વીડિયો વાયરલ થયા બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે (Traffic Police Action)તાત્કાલિક તપાસ શરૂ કરીને કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલા વાયરલ વીડિયોમાં ઇનોવા ક્રિસ્ટા કાર જાહેર માર્ગ પર બેફામ રીતે દોડતી જોવા મળી હતી. કારના બોનેટ પર બે યુવકો બેઠેલા હતા, જ્યારે ડ્રાઇવર બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો. આ સ્ટંટ દરમિયાન રસ્તા પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને પણ ગંભીર જોખમ ઊભું થયું હતું.

વીડિયોના આધારે પોલીસે કારનો નંબર ટ્રેસ કરીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં કાર અંજનાબેન પટેલના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ વધુ તપાસ કરતાં તેમનો દીકરો નિસર્ગ પટેલ (Nisarg Patel)કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું.

પોલીસે નિસર્ગ પટેલની ધરપકડ કરીને તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ સ્ટંટ (Stunt)દરમિયાન બોનેટ પર બેઠેલા યુવકો દારૂના નશામાં હતા કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો નશાની પુષ્ટિ થશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસે નાગરિકોને જાહેર માર્ગો પર આવા જીવલેણ સ્ટંટ ન કરવા અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે કરવામાં આવતા આવા જોખમી કૃત્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો : ખતરોં કે ખિલાડી 15’ના સેટ પર ગંભીર અકસ્માત: રોહિત શેટ્ટીના શોમાં દર્દનાક સ્ટંટ દરમિયાન ફેમસ એક્ટરને પીઠના ભાગે થઇ ઈજા

આ પણ વાંચો : સ્પોર્ટ્સ બાઇક પર જોખમી સ્ટંટ કરનાર રોમિયો ઝડપાયો, પોલીસ સામે કાન પકડીને માંગી માફી

આ પણ વાંચો : ચાલતા સ્કૂટર પર ખતરનાક સ્ટંટ કરતો માણસનો વીડિયો વાયરલ, લોકો બોલ્યા ‘જીવનથી કંટાળી ગયો છે!’