‘સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા’ અને ‘બિગ બોસ 19’ નો તાજ પોતાના નામે કર્યા બાદ ટીવીના લોકપ્રિય અભિનેતા ગૌરવ ખન્ના (Gaurav Khanna)હાલમાં સાહસિક રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 15 (Khatron Ke Khiladi 15) માં પોતાની દમદાર હાજરી આપી રહ્યા છે. 1 ઓગસ્ટથી કલર્સ ટીવી (Colors TV) પર શાનદાર રીતે શરૂ થયેલા રોહિત શેટ્ટીના આ શોની શરૂઆત જ ગૌરવ માટે અત્યંત મુશ્કેલ અને દર્દનાક સાબિત થઈ છે. શોના સેટ પર એક અત્યંત ખતરનાક અને ભયાનક સ્ટંટ કરતી વખતે ગૌરવ ખન્ના અકસ્માતનો ભોગ બન્યા છે અને તેમની પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચી છે.
સોશિયલ મીડિયા પર ઈજાના નિશાન બતાવી ગૌરવ ખન્નાએ વ્યક્ત કર્યું દર્દ
અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ચિલિંગ વીડિયો ક્લિપ (Video clip)શેર કરીને ફેન્સને પોતાની ઈજાના નિશાન બતાવ્યા હતા. ગૌરવના જણાવ્યા અનુસાર, સ્ટંટ પૂર્ણ કર્યા બાદ તેને પીઠમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેણે લખ્યું કે, “ટીવી પર આ સીન ફરીથી જોઈને પણ મને એ જ અસહ્ય દર્દનો અનુભવ થઈ રહ્યો છે. મારા જીવનનો આ અત્યાર સુધીનો સૌથી દર્દનાક અનુભવ હતો અને આજે પણ મારા શરીર પર આ ભયાનક સ્ટંટના ઊંડા નિશાન દેખાય છે.” તેણે વીડિયો શૂટ કરવા માટે સહ-સ્પર્ધક ‘ઓરી’ (Orry) નો પણ આભાર માન્યો હતો.
“મારી માતા આ શોમાં જોડાવાની વિરૂદ્ધમાં હતી”
ગૌરવ ખન્નાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભાવુક ખુલાસો કર્યો હતો કે તેની માતા ક્યારેય નહોતી ઈચ્છતી કે તે આ શોનો હિસ્સો બને. માતાને હંમેશાં તેની શારીરિક સુરક્ષાની ચિંતા સતાવતી હતી. કોઈ પણ માતા માટે તેના સંતાનને આટલા જોખમી અને જાનલેવા સ્ટંટ કરતા જોવું આસાન હોતું નથી. જોકે, આટલી ગંભીર ઈજા છતાં ગૌરવના અદમ્ય સાહસને જોઈને તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
તગડી સ્ટારકાસ્ટ સાથે જામશે ખતરનાક સ્ટંટનો મુકાબલો
નોંધનીય છે કે આ વખતે ‘ખતરોં કે ખિલાડી 15’ માં ગૌરવ ખન્ના ઉપરાંત ટીવી અને એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડના જાણીતા ચહેરાઓ જેવા કે અવિનાશ મિશ્રા, ફરહાના ભટ, શગુન શર્મા, અવિકા ગોર, ઓરહાન અવાત્રામણી (ઓરી), હર્ષ ગુજરાલ, જેસ્મીન ભસીન, રૂબીના દિલૈક, કરણ વાહી, ઋત્વિક ધનજાની અને વિશાખ આદિત્ય સિંહ પણ સ્પર્ધક તરીકે પોતાના ડરનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો :‘ધ પેરાડાઇઝ’માંથી રાઘવ જુયાલનો વિલન અવતાર જાહેર: નાની સાથે ‘વિક્રમ મલિક’ બનીને મચાવશે ધમાલ!
આ પણ વાંચો :રેમો ડિસોઝાની આગામી ફિલ્મમાં ફેરફાર; ટાઈગર, એલ્વિશ યાદવ સાથે સ્ક્રીન શેર કરશે પશ્મિના અને નુસરત
આ પણ વાંચો :કોણ છે ગૌરવ મદાન? કરણ ઔજલાની હાજરીવાળા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ માં કોમેડિયને જીત્યા 1 લાખ
