BUSINESS News: Stock Market માં સપ્તાહના પ્રથમ જ દિવસે જોરદાર તેજી જોવા મળી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઈરાન (Iran) સાથે યુદ્ધવિરામ અને રાજદ્વારી મંત્રણાના સંકેતો આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો, જેના કારણે ભારતીય શેરબજાર (Stock Market)માં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો. સેન્સેક્સ (Sensex) 700થી વધુ પોઈન્ટ ઉછળી 78,800ની સપાટી વટાવી ગયો, જ્યારે નિફ્ટી (Nifty) 24,500થી ઉપર પહોંચ્યો. લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ તમામ સેગમેન્ટમાં લીલોતરી જોવા મળી હતી.
ટ્રમ્પના નિર્ણય બાદ Stock market માં ઉછાળો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે જોરદાર શરૂઆત કરી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ શુક્રવારના 78,094ના બંધની સરખામણીએ લગભગ 789 પોઈન્ટના ઉછાળા સાથે 78,883 પર ખુલ્યો હતો. કારોબાર શરૂ થયાના થોડા જ સમયમાં સેન્સેક્સ 78,895 સુધી પહોંચી ગયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 24,383ના અગાઉના બંધની સરખામણીએ તેજી સાથે 24,572 સુધી પહોંચ્યો હતો. બજારમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનતા તમામ મુખ્ય ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી.
શેરબજારમાં આવેલી તેજી પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધવિરામ અને રાજદ્વારી મંત્રણાના સંકેતો આપ્યા હતા.
Sensex અને Nifty સાથે તમામ સેગમેન્ટમાં લીલોતરી
બજારમાં માત્ર મુખ્ય ઇન્ડેક્સ જ નહીં પરંતુ તમામ કેટેગરીના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. લાર્જકેપ શેરોમાં બજાજ ફાઇનાન્સ લગભગ 3 ટકા, ઇન્ડિગો 2.90 ટકા, બજાજ ફિનસર્વ 2.70 ટકા અને ITC 2 ટકા સુધી વધ્યા હતા. મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ 2.95 ટકા, પેટીએમ 1.95 ટકા અને સુઝલોન 1.90 ટકા સુધી ચડ્યા હતા. સ્મોલકેપ શેરોમાં રેડિંગ્ટન 4.90 ટકા, જીઇ શિપિંગ 4.20 ટકા અને રિલાયન્સ પાવર 3.90 ટકા સુધીના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
રોકાણકારોમાં વધ્યો વિશ્વાસ, હવે નજર આગામી વૈશ્વિક ઘટનાઓ પર
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની આશાએ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધશે તો તેની અસર આગામી દિવસોમાં પણ શેરબજાર પર જોવા મળી શકે છે.
જોકે રોકાણકારો માટે વૈશ્વિક રાજકીય સ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી રોકાણકારોની ખરીદી-વેચાણ પર સતત નજર રાખવી જરૂરી રહેશે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સ્થિતિમાં સ્થિરતા રહેશે તો ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહી શકે છે.
આ પણ વાંચો:શેરબજારે સપ્તાહના પ્રથમ દિવસે નવી ઊંચાઈ હાસલ કરી, નિફ્ટી ઐતિહાસિક ઉચ્ચ સ્તર
આ પણ વાંચો:શેરબજારે સતત ચોથા દિવસે રચ્યો નવો ઈતિહાસ, સેન્સેક્સ 80000 ના સ્તર પર આગળ
આ પણ વાંચો:શેરબજારે ચૂંટણી વચ્ચે રચ્યો ઈતિહાસ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર, રોકાણકારોમાં ખુશી
