Gift City news/ ગિફ્ટ સિટી માટે દારૂના નિયમોમાં છૂટછાટ, પરમિટની હવે જરૂર નહીં પડે !

દારૂના નિયમો (Liquor Rules) ગૃહ વિભાગનું ગેઝેટ નોટિફિકેશન મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશ માટે લાગુ પડતી કામચલાઉ પરમિટ પ્રણાલી હવે રદ્દ કરાઇ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
દારૂના નિયમો (Liquor Rules) ગૃહ વિભાગનું ગેઝેટ નોટિફિકેશન

Gift City News: રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) માટે દારૂના નિયમો (Liquor Rules)માં મોટો ફેરફાર કર્યો છે. હવે ગુજરાત અથવા ભારત બહારના કોઈપણ વ્યક્તિને ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. માત્ર માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને હોટલ અથવા રેસ્ટોરન્ટમાં દારૂ પીવાની મંજૂરી મળશે.

દારૂના નિયમો (Liquor Rules)માં મોટો ફેરફાર કર્યો છે.

દારૂના નિયમો (Liquor Rules) ગૃહ વિભાગનું ગેઝેટ નોટિફિકેશન

રાજ્યના ગૃહ વિભાગે 20 ડિસેમ્બરના રોજ ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને દારૂના નિયમો (Liquor Rules)ના  ફેરફારોને સત્તાવાર મંજૂરી આપી છે. આ નોટિફિકેશન મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશ માટે અગાઉ લાગુ પડતી કામચલાઉ પરમિટ પ્રણાલી હવે રદ્દ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે વધુ આકર્ષક બનાવવાનો છે.

અગાઉ શું દારૂના નિયમો (Liquor Rules) હતા?

ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે, જ્યાં દારૂના ઉત્પાદન, વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ છે. જોકે, 2023માં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીને વિશેષ છૂટ આપીને દારૂના નિયમો (Liquor Rules)ની  શરતો હેઠળ દારૂ પીવાની મંજૂરી આપી હતી. તે સમયે ગુજરાત બહારથી આવતા અથવા વિદેશી નાગરિકોને ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે અલગથી પરમિટ લેવું ફરજિયાત હતું.

દારૂના નિયમો (Liquor Rules)માં હવે શું બદલાયું?

દારૂના નિયમો (Liquor Rules)માં હવે શું બદલાયું?

નવી સૂચના અનુસાર, હવે કોઈપણ “બાહ્ય વ્યક્તિ”  એટલે કે ગુજરાત બહારનો નાગરિક અથવા વિદેશી — માત્ર પોતાનું માન્ય ફોટો ID કાર્ડ બતાવીને ગિફ્ટ સિટીની અંદર મંજૂર હોટલ અથવા રેસ્ટોરન્ટમાં દારૂ પી શકે છે. આ નિર્ણય અગાઉની પરમિટ લેવાની શરતને સંપૂર્ણપણે દૂર કરે છે. જો કે, આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીની અંદર નિયુક્ત વિસ્તારો અને સુવિધાઓ સુધી જ મર્યાદિત રહેશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં દારૂ પર પ્રતિબંધ યથાવત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

આ પણ વાંચો:ગુજરાતના ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મળી રાહત, સરકારે કાયદાના નિયમોમાં છૂટછાટ માટે માર્ગદર્શિકા બહાર પાડી.

આ પણ વાંચો: રાજ્યમાં દારૂબંધીના નિયમોમાં કડકાઈને બદલે છૂટછાટ, ગૃહવિભાગના પરિપત્રથી વિવાદ