Gujarat Weather/ ગુજરાતવાસીઓ થઈ જાઓ સાવધાન! રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી

ગુજરાતમાં આગામી 7-10 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે. IMD અને અંબાલાલ પટેલે કડકડતી ઠંડી (Cold Wave) અને માવઠાની શક્યતા વ્યક્ત કરીછે.

Top Stories Gujarat Breaking News
cold wave

Gujarat Weather:ગુજરાતમાં શિયાળાની ઋતુનો માહોલ જામી રહ્યો છે.વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે હજુ પણ ગરમીનું પ્રમાણ જોવા મળે છે. આ બેવડી ઋતુના મારથી લોકો કન્ફ્યુઝ્ડ છે – સવારે સ્વેટર પહેરો, બપોરે પંખો ચલાવો અને સાંજે ફરી ધાબળો શોધો! પરંતુ હવે આ ગુલાબી ઠંડીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે આગામી દિવસોમાં ઠંડીનું જોર (Cold Wave) વધવાની શક્યતા છે.

ગુજરાતમાં શીતલહેર (Cold Wave)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં 12.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં (Ahmedabad) 17.2 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5, ડીસામાં 14.9, વલ્લભ વિદ્યાનગરમાં 16.6, વડોદરામાં 14.2, સુરતમાં 19.4, દમણમાં 17, ભુજમાં 17.2, નલિયામાં 15.2, કંડલા એરપોર્ટમાં (Kandla Airport) 15, અમરેલીમાં 114, વેરકોટમાં 114, વેરોલમાં તાપમાન નોંધાયું હતું. 16.9, દીવ 13.2, સુરેન્દ્રનગર 16, અને મહુવામાં 14.1 ડિગ્રી સે નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં શીત લહેર (Cold Wave) છવાઈ.

(Cold Wave)

ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા આંકડા મુજબ, ગુજરાતમાં હાલ શુષ્ક વાતાવરણ છે અને વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17°C આસપાસ નોંધાયું છે, જ્યારે ગાંધીનગર અને અન્ય ઉત્તરીય વિસ્તારોમાં પણ આસપાસનું તાપમાન છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 16.5°C અને જૂનાગઢ વિસ્તારમાં પણ ઠંડકનો અહેસાસ છે.

 Cold Wave

આગામી 7-10 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં. વહેલી સવારે અને મોડી રાત્રે પવનની દિશા બદલાતાં ઠંડીનો મારો તેજ બનશે.

cold wave

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે. તેમના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસરને કારણે હાલ ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ 23 અને 24 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

cold wave

આ તારીખોમાં રવિ પાક માટે ઠંડક (Cold Wave) સારી રહેશે, પરંતુ લોકોને સાવધાન રહેવું પડશે. વધુમાં, ડિસેમ્બરમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં (Gandhinagar) લઘુત્તમ તાપમાન 16-17°C આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે જૂનાગઢ, કેશોડ અને નલિયા જેવા વિસ્તારોમાં પહેલેથી જ નીચું તાપમાન નોંધાયું છે.આ સિવાય સુરત, વલસાડમાં પણ ઠંડીનો અહેસાસ વધશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાતમાં કાલથી વધશે ઠંડીનું જોર, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન ઘટશે

આ પણ વાંચોઃવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ગુજરાતમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ, ફરી વધશે ઠંડી

આ પણ વાંચોઃગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો, 20 ડિસેમ્બર પછી ફરી તાપમાનમાં થશે ઘટાડો