Gandhinagar News/ ગાંધીનગરમાં 12 જાન્યુઆરીએ ખેડૂતોનો સરકાર સામે મોરચો

ગુજરાતમાં ખેડૂતો (Farmer) સરકાર સામે મોરચો ખોલશે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મોટા આંદોલનની જાહેરાત કરી.

Gujarat Gandhinagar Trending
Farmer

Farmers Protest Gujarat : રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને હવે અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સરકાર દ્વારા ખેડૂતો (Farmer) ના મુદ્દાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગર (Gandhinagar) માં મોટો મોરચો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભારતીય કિસાન સંઘ (Indian Kisan Sangh) ના મહામંત્રી આર.કે. પટેલે (R.K.Patel)મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ખેડૂતો (Farmer) ના મુદ્દા સરકાર અવગણી રહી હોવાનો આરોપ

તાજેતરમાં બલરામ ભવન ખાતે મળેલી ભારતીય કિસાન સંઘની વિશેષ કારોબારી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો (Farmer) ના મૂળભૂત પ્રશ્નો સાંભળતી નથી, જેના કારણે ખેડૂતોને આંદોલનનો રસ્તો અપનાવવો પડી રહ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મોરચો

આર.કે. પટેલે જણાવ્યું કે, આગામી 12 જાન્યુઆરીએ સમગ્ર જિલ્લાના ખેડૂતો (Farmer) ગાંધીનગર પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રીકરણ કરશે. આ દિવસે સરકાર સામે કઈ રીતે અને કેટલા કડક પગલાં લેવાશે તેનો આખરી નિર્ણય લેવામાં આવશે.

ખાતર વિતરણમાં અયોગ્ય વ્યવસ્થાના આક્ષેપ

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર ખાતર વિતરણ વ્યવસ્થામાં પણ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આજે પણ ખેડૂતોને ખાતર માટે લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. જ્યારે ખેતીની સીઝન પૂર્ણ થવાના આરે હોય, ત્યારે ખાતર મળે તો શું કામ આવે? એવો સવાલ પણ તેમણે સરકાર સામે ઉઠાવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નીતિન ગડકરીનો રોડ સેફ્ટી અંગે પ્રસ્તાવ, ટુ-વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને બે ISI હેલ્મેટ મળશે

આ પણ વાંચો:  ગાંધીનગરમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા, માંગણીઓ ન ઉકેલાય તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો: રોડ સેફ્ટી અભિયાનઃ સરકારે 162 હેલ્મેટ ઉત્પાદકોના લાઇસન્સ રદ કર્યા