Gujarat News/ ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટ્યો, ગુજરાત સુધી આવ્યા રાખના વાદળ

ગુજરાતીમાં કહેવત છે કે બાર વર્ષે બાવો બોલ્યો, પરંતુ આફ્રિકાના ઇથિયોપિયામાં બાર વર્ષે નહીં બાર હજાર વર્ષે જ્વાળામુખી ફાટ્યો છે.

Gujarat Top Stories Others Breaking News

Gujarat News: ગુજરાતીમાં કહેવત છે કે બાર વર્ષે બાવો બોલ્યો, પરંતુ આફ્રિકાના ઇથિયોપિયામાં બાર વર્ષે નહીં બાર હજાર વર્ષે જ્વાળામુખી ફાટ્યો છે. આ વિસ્ફોટમાંથી સર્જાયેલું રાખનું વાદળ હવામાં છેક 15 કિ.મી.ની ઊંચાઈ સુધી પહોંચી ગયું છે. કોઈને કલ્પના પણ ન હતી કે આ જ્વાળામુખી આટલા વર્ષે ફાટશે, પરંતુ તેના ફાટવાના કારણે જાણે સ્થાનિક વિસ્તારોમાં તો ગગનભેદી અવાજ આવ્યો હતો અને જાણે જમીનનો કોઈ હિસ્સો છૂટો પડી ગયો હોય તેવું લોકોને લાગ્યું હતું. આ રાખના વાદળો સલ્ફરના બનેલા હોય છે અને સલ્ફર ઝેરી તત્વ માનવામાં આવે છે.

જ્વાળામુખી ફાટવાના કારણે રાખનું વાદળ સર્જાયું હતું. આ વાદળો ફક્ત 24 કલાકમાં જ ઇથિયોપિયાથી ચાર હજાર કિ.મી.નું અંતર કાપીને ભારતમાં જેસલમેર અને જયપુર તથા છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે. નિષ્ણાતો તેનું સતત ટ્રેકિંગ કરી રહ્યા છે. આ વાદળોએ પ્રતિ કલાક 130 કિ.મી.ની ઝડપે મુસાફરી કાપી છે. વેધર મોનિટરિંગ ટીમના જણાવ્યા મુજબ રાખના વાદળનો પહેલો જથ્થો સૌથી પહેલાં પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો. જોધપુર-જેસલમેરથી ભારતમાં પ્રવેશ્યા પછી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે. આ વાદળો હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સુધી ફેલાયેલા છે. હવે તે ગુજરાતને પણ સ્પર્શે તો આશ્ચર્ય નહીં થાય. ગુજરાતના ઘણા હિસ્સામાં રાખના આ વાદળો જોવા મળી શકે છે.

આ વાદળો જો કે 25 હજારથી 45 હજાર ફૂટની ઊંચાઈ પર હોવાથી સામાન્ય લોકોને ખાસ અસર કરવાના નથી, પરંતુ તેના કારણે ગુજરાતમાં આવતી જતી અનેક ફ્લાઇટ્સ પર અસર થઈ શકે છે. દિલ્હીમાં તો અસર થઈ જ છે. ધોળા દિવસે સૂરજ પ્રકાશ ધૂંધળો થઈ ગયો છે. તેથી ઘણાને સવાલ થઈ રહ્યો છે કે શું ગુજરાત પર પણ આ આકાશી આફત ત્રાટકશે. ગુજરાતમાં હાલમાં તો રાખના વાદળોના કારણે કોઈ નુકસાન નહીં થાય તેમ નિષ્ણાતો કહી રહ્યા છે, પરંતુ સૂરજ પ્રકાશ ઝાંખો પડી શકે છે અને તેનાથી વધારે મોટું નુકસાન કહ્યુ હોય. તેના પછીના તબક્કામાં ગુજરાતમાં આવતી જતી ફ્લાઇટને અસર પડી શકે છે.

જ્યારે નિષ્ણાતો માટે આ પ્રકારના વાદળો ચિંતાની સાથે-સાથે અભ્યાસનો પણ વિષય છે. તેમા પણ આ વાદળોએ 24 કલાકમાં કાપેલા ચાર હજાર કિ.મી.ના અંતરે તો કેટલાયમાં કૂતુહલસર્જયુ છે. આ વાદળોની સ્પીડ એવી તે કેવી હશે જેણે 24 કલાકમાં ચાર હજાર કિ.મી.નું અંતર કાપી નાખ્યું. તેના માટે જેટ સ્ટ્રીમને કારણભૂત ગણવામાં આવે છે. આ જેટસ્ટ્રીમ નામનો પ્રવાહ ઉત્તરથી પશ્ચિમ તરફ વહેતો હોય છે. તેણે રાખના વાદળોને ગતિ આપવામાં મહત્ત્વની ભિકા ભજવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!

આ પણ વાંચો: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર

આ પણ વાંચો: નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોનું સ્થળાંતર કરાયું