Gujarat Weather/ Gujarat Rain Live: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર

આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ  એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ (Rain) ત્રાટક્યો છે. ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ (Red Alert) આપવામાં આવ્યું હતું. આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ  એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાત વહીવટી તંત્ર સુરક્ષા બચાવ માટે એલર્ટ થઈ ગયું છે.

Gujarat Rain Live Update

4.14 PM CM ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી

CM ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે.  મનોજ કુમાર દાસ પણ ઉપસ્થિત રહ્યા છે. અગ્ર સચિવ અને સચિવ કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.  સરકારના સંલગ્ન વિભાગોના વડા પણ ઉપસ્થિત રહ્યા છે.

4.05 PM વડોદરા

વડોદરા પૂરમાં અનેક વિસ્તારો ડૂબ્યા છે.  પૂર્વ વિસ્તારમાં 3 દિવસથી પાણી ઉતર્યા નથી. 20,000 જેટલા નાગરિકો દૂધ પાણી વગર જીવી રહ્યાં છે. આ વિસ્તારમાં હજુ ચાર ચાર ફૂટ પાણી ભરાયેલા છે. તેમને નથી પીવાનું પાણી મળ્યું કે નથી દૂધ. જનજીવન ઠપ્પ થઈ જતા નાગરિકો હેરાવ થઈ રહ્યા છે. નાગરિકોની વહારે સ્થાનિક કોર્પોરેટર આવ્યા છે, તેઓ  ટ્રેક્ટરમાં દૂધ, પાણી લઈ વિસ્તારમાં પહોંચી ગયા છે.

3.47 PM જુનાગઢ

મંતવ્ય ન્યૂઝ જુનાગઢ પોહચ્યયું છે જ્યાં પાડોદર ગામમાં ઘેડમાં પાણી ફરી વળ્યા છે. ઘેડ વિસ્તારમાં જવાના સંપૂર્ણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.  રસ્તા પર ભરાયા પાણી ,અનેક ગામો થયા સંપર્ક વિહોણા. અખોદર બાલાગામ બામણાસા સરોળ ગામો સંપર્ક વિહોણા થયા છે.  ખેતરે જવા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

3.40 PM ભરૂચ

ભરૂચના જંબુસરમાં વરસાદી પાણી ભરાયા છે. નવીનગરીમાં બે દિવસથી પાણી ભરાયા છે. ઉપરવાસથી પાણી છોડાતા પાણીનો પ્રવાહ વધ્યો છે. અંદાજિત 250 જેટલા કુટુંબ પૂરગ્રસ્ત બન્યા છે.  20 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.  પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફૂડ પેકેટ પહોંચાડાયા છે.

3.22 PM વડોદરા

વડોદરાનાં સાવલીમાં નદીની સેફટી વોલનો વિવાદ વકર્યો છે.  પરથમ પુરાગામ કરડ નદી પર સેફટી વોલ બનાવી હતી.  11 મહિનાના સમય બીજી વાર સેફ્ટી દીવાલ પડી ગઇ છે.  સેફટી દિવાલ પડતા એક યુવાનનુ મોત થયુ છે.  ગ્રામજનોએ આર.એન્ડ.બી વિભાગને જાણ કરી હતી. દિવાલ પડી જશે તેવી જાણ ગ્રામજનોએ કરી હતી. તેમજ જાણ કરાઇ હોવા છતા કોઇ કામગીરી કરાઇ ન હતી.

3.20 PM અમરેલી

અમરેલીના વડીયા નજીક આવેલ સાકરોળી ડેમ ઓવરફ્લો થયો છે.  ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને ફાયદો થશે. ખીજડિયાના લોકો, ખેડૂતોને જીવાદોરી સમાન ડેમ ભરાયો છે.  ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

3.18 PM રાજકોટ

રાજકોટના ઉપલેટામાં પ્રસૂતા મહિલાનું રેસ્ક્યુ કરાયું છે.  મોટી પાનેલીમાં પ્રસૂતા મહિલાનું રેસક્યુ કરાયું. નદીના કોઝવે પર ભરાયા હતા વરસાદી પાણી. એમ્બ્યુલન્સમાં પ્રસૂતાને લઈ જવામાં થઈ હતી મુશ્કેલી. મોટી પાનેલીના ઉપસરપંચએ JCB બોલાવ્યું હતું. JCB બોલાવી પ્રસૂતા મહિલાનું હોસ્પિટલ ખસેડાઇ છે.

3.14 PM જુનાગઢ

જુનાગઢના માણાવદર પંથકમાં જળ બંબાકાર થયો છે. પંથકના 15 ગામો સંપર્ક વિહોણા થયા છે.  સરાડીયા ગામમાં પાણી ઘૂસ્યું છે.  જુનાગઢ પોરબંદર સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે.  વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.  મામલતદાર અને SDRFની ટીમ સરાડીયા પહોંચી વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા મેડિકલ અને ફૂડ પેકેટ સાથે ખડે પગે ઊભી રહી છે.

3.00 PM દ્વારકા

દ્વારકા પાસેના હાઇવે રોડ પર પાણી ફરી વળ્યા છે.  ખોડીયાર ચેક પોસ્ટ પાસે હાઇવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો છે.  હાઇવે પર ખોડિયાર મંદિર પાસે NDRF ની ટીમ તૈનાત કરાઈ છે.

2.55 PM કચ્છ

કચ્છમાં અંજારના ધારાસભ્યએ લોકોને કરી અપીલ. કન્ટ્રોલ રૂમ હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરાયા. વરસાદની આગાહી વચ્ચે લોકો સતર્ક બને તેવી અપીલ આગામી ત્રણેક દિવસ ભારેથી અતી ભારે વરસાદની આગાહી વરચે લોકો સતર્ક બને તેવી અપીલ કરવામાં આવી. અંજાર વિધાનસભા ક્ષેત્રના લોકો સાવધાની રાખે અને બિન જરૂરી ઘરેથી બહાર ન નીકળે લોકો પોતાની સાથે પોતાના પરિવારની સલામતી માટે હાલ ત્રણેક દિવસ સાવધાની રાખે તેવી અપીલ સાથે અંજાર વરસાદના મોસમમાં ક્યાંક પાણી ભરાય અથવા કોઈ સલામતી માટે કન્ટ્રોલ રૂમ મોબાઈલ નંબર – 9727747513, પર સંપર્ક કરવા નિરોધ કરવામાં આવ્યું છે.

2.50 PM પાટણ

પાટણમાં આગામી ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અતિભારે વરસાદની આગાહીના પગલે શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.  ગુજરાતના તમામ જિલ્લાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે,  ઉ.ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન વિભાગો, કોલેજો બંધ કરાઈ છે.

2.45 PM સાબરકાંઠા

સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. પોલો પ્રવાસન ધામ બન્યું આકર્ષણનું કેન્દ્ર. વિજયનગરના પોલોની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદ બાદ વિજયનગરમાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે.  ડુંગરાર ધરતી પર લીલોતરી છવાઈ ગઈ છે.

2.37 PM અરવલ્લી

અરવલ્લના મોડાસાના પહાડપુરમાં જમીન તણાઈ ગઈ છે. પહાડપુરમાં ખેતરોની જમીન તણાઈ ગઇ છે. ચોપડા રોડ પર ખેતરોમાં 10 ફૂટ ઊંડા ખાડા પડ્યા છે.  ઉપરવાસના પાણી ખેતરમાં ઘૂસ્તા મોટું ધોવાણ થયું છે. મહામૂલો પાક, જમીન પાણીના વહેણમાં તણાઈ ગઈ છે.  વિરમભાઈ ભરવાડ નામના ખેડૂતોને મોટું નુકશાન થયું છે.  તંત્ર પાસે ખેડૂતે કરી મદદની પુકાર કરી છે.

2.35 PM છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ કરાયું છે. મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં ફસાઈ હતી યુવતી. જિલ્લાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કર્યું રેસ્ક્યુ. સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ કરાયું છે.

2.30 PM પોરબંદર

પોરબંદરમાં ગ્રામ્યમાં સગર્ભા મહિલાનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું છે.  રસ્તો બ્લોક થઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ છે.  બિલેશ્વર અને ખંભાળા ગામની વચ્ચે એક સગર્ભાનું કરાયું હતું રેસ્ક્યુ. 108 મારફત પોરબંદર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

2.30 PM નડિયાદ

સુરતમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.  નેશનલ હાઇવે નંબર 48 પર મસમોટા ખાડા છે.  મુંબઈથી અમદાવાદ જતા હાઇવે પર ખાડા, કડોદરામાંથી પસાર થતા હાઇવે પર ખાડા  હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન યા છે.  હાઇવે ઓથોરિટી દ્વારા સામાન્ય સમારકામથી  સર્વિસ રોડ પણ ખખડધજ હાલતમાં છે.

નડિયાદમાં મંજીપુરાની સીમમાં આવ્યું નદીનું પાણી. નદીનું પાણી આવતા ગૌશાળામાં ગાયો ફસાઈ ગઈ છે. ગૌશાળામાં 80 થી 90 ગાયો ફસાઈ હોવાની માહિતી મળી છે.  ગૌશાળાની આસપાસ 8 થી 10 ફૂટ પાણી ભરાયા છે.  પાણી ભરાતા વાહન જાય તેવી પરિસ્થિતિ નથી. ગાયો સતત બે દિવસથી પાણીમાં ગરકાવ થઈ છે. પ્રશાસનને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી નહિ. તાત્કાલિક ધોરણે પ્રશાસન પશુઓને બહાર કાઢે તેવી માગ કરાઈ છે.

2.15 PM દ્વારકા

દ્વારકામાં મંદિરની આસપાસના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.  યાત્રાધામ હર્ષદની મંદિર પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે.  વર્તું 2 ડેમના પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા. હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન થયું છે.

2.00 PM પાટણ

પાટણના હારીજમાં તંત્રની બેદરકારી સામે આવી છે.  લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી અસરગ્રસ્તો પાસે. લોકોએ મંતવ્ય ન્યૂઝને જણાવી પોતાની આપવીતી. જુના સિનેમા પ્રજાપતિ વાસમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.  લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે.

2.00 PM બનાસકાંઠા

બનાસકાંઠામાં જોખમી રીતે નદી પસાર કરતા લોકો પસારથઈ રહ્યા છ. જોખમી રીતે નદી પસાર કરતા લોકોનો વીડિયો વાયરલ થયો છે.  બનાસ નદીના સામા કાંઠે આવેલા છે ખેતરો. ખેડૂતો, પશુપાલકો નદીમાંથી પસાર થઈ જાય છે ખેતરોમાં. ગામના લોકો દૂધ ભરાવવા માટે નદી ઓળંગીને જાય છે. નદી પર પુલ બનાવવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.

1.56 PM જુનાગઢ

જુનાગઢમાં ભારે વરસાદથી 36 ગામો સંપર્ક વિહોણા થયા છે.  વંથલીના 2, માણાવદરના 15 ગામ સંપર્ક વિહોણા થયા, કેશોદના 6 ગામ,માંગરોળના 13 ગામોનો સંપર્ક નહી. વંથલીના આખા અને સેંદરડા બન્યું સંપર્ક વિહોણું બન્યું છે. માણાવદરના થાપલા, વેકરી, કોડવાવ,ભીંડોરા, ગણા, વડા, સમેગા, ઇન્દ્રા, પીપલાણા, સરાડીયા,દેશીંગા, ચિખલોદરા, પાદરડી અને મટીયાણાનો સંપર્ક કપાયો છે. કેશોદનું મઢડા મુડીયાસા, બામણાસા, આખોદડ, સરોડ અને બાલાગામનો સંપર્ક તુટ્યો. માંગરોળનું લાંગડ, ફુલરામા, મિતી ,લંબોરા, ચોટીલીવીડી ઓસા, ઘોડદર, સાંઢા, સામરડા, સરમાં , બગસરા ઘેડ, ભાથરોટ અને હન્ટરપુર સંપર્ક વિહોણા.  જિલ્લાના 36 ગામોમાં પાણી ફરી વળ્યા છે.

1.49 PM વડોદરા

વડોદરાના સમામાં પૂરના પાણી ફરી વળ્યા છે.  આર્મીના જવાનોએ રેસ્ક્યું ઓપરેશન શરૂ કર્યું છે. સમા વિસ્તારના ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યું કર્યુ છે.  મહિલા અને બાળકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે.  7 લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે.

1.14 PM સાબરકાંઠા

સાબરકાંઠા હિંમતનગરામાં તળાવ ઓવરફ્લો થયા છે.  રાયગઢ નજીકનું પ્રતાપ સાગર તળાવ ઓવરફ્લો થયો છે. લીલાછમ ડુંગરો વચ્ચે આવેલ તળાવ થયું ઓવરફ્લો. તળાવ ઓવરફલો થતા બ્રિજ પર પાણી ફર્યા છે, પાણી ફરતા બ્રિજ પર અવરજવર બંધ થઇ છે. ગ્રામ્ય વિસ્તારના વાહનવ્યવહારને અસર કરાઈ છે.

1.11 PM અમદાવાદ

અમદાવાદના ધોળકા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે.  ભલગામડાના પીએસઆઇએ ધોળકાના ગણોલ ગામે સાબર નદીના પટમાંથી બાળકોને રેસ્ક્યું કરાયા, લોકોને મોતના મુખમાંથી જીવત દાન અપાયુ છે.

1.05 PM બનાસકાંઠા

બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણી આવતા તંત્ર એલર્ટ થયયું છે. નદી કાંઠે કોઈ જાય નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  વિશ્વેશ્વર મંદિર નજીક પસાર થતી નદી પર બંદોબસ્ત છે.

1.05 PM મહેસાણા

મહેસાણામાં બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં સમાઈ ગયો છે.  અંડરપાસ પાણીમાં ગરકાવ થતા 50 ગામ સંપર્ક વિહોણા થયા છે.  જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે. કોંગ્રેસના હોદ્દેદારોએ અંડરપાસમાં કુદકા લગાવી વિરોધ કર્યો છે.

1.05 PM અરવલ્લી

અરવલ્લીમાં વરસાદ બાદ ખેતરો જળબંબાકાર થયા છે.  મોડાસાના બામણવાડ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  વરસાદ વરસતા મગફળીના પાકમાં પાણી ભરાયા છે. 25થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા, બે બે વાર વાવણી કર્યા બાદ પણ પાક નુકશાન થયું છે.  રેલ્વે લાઈન બાદ ખેડૂતોની મુશ્કેલી વધી છે.  ખેડૂતોની તંત્રને રજૂઆત છતાં કોઇ મદદ નહીં કરવામાં આવી.

1.05 PM જામનગર

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ ટોલનાકું જળમગ્ન થયું છે. બેડ ટોલનાકું જ જળમગ્ન થતાં હજારો લોકો અટવાયા છે. અનેક કંપનીના કર્મચારીઓ, પ્રવાસીઓ પણ અટવાયા છે.

1.05 PM તાપી

તાપીમાં સોનગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી દેવાઇ છે.  પૂરી અજમેર ટ્રેન ત્રણથી ચાર કલાક ટ્રેન રોકી દેવામાં આવી છે.  મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

1.00 PM આણંદ

આણંદના ઉમરેઠ નગરમાં શેઢી નદીના પાણી ફર્યા છે.  શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  કસ્બા વિસ્તાર, કર્ણાવટી સોસાયટીમાં પાણી ફર્યા છે.  શેઢી નદી બે કાંઠે વહેતા હાઇવે માર્ગ વાહનો માટે બંધ કરાયા છે.  ઉમરેઠ હાઇવે પર મોટા વાહનોની કતાર લાગી છે. વરસાદને પગલે 400 ઉપરાંત તળાવો ઓવરફ્લો થયો છે.  200 જેટલા ગામો પાણી પાણી થયા છે.  પેટલાદમાં 27, આણંદમાં 28 તળાવ ઓવરફ્લો થયા છે. આણંદના પ્રભારી સચિવે જિલ્લાની મુલાકાત લીધી છે.  જિલ્લાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી છે.  અતિવૃષ્ટિના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિને અનુલક્ષીને બેઠક યોજી છે. જાન- માલના થયેલ નુકશાનની સમીક્ષા બેઠક કરી રાહતની કામગીરી માટે માર્ગદર્શન આપી સૂચનો આપ્યા છે.

1.00 PM દ્વારકા

દ્વારકાના ભાણવડના સી.એચ.સી ખાતે પાણી ભરાયાં છે.  સી.એચ.સી ખાતે આવેલ ડાયાલિસિસ વિભાગમાં પાણી ભરાતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.  ડોક્ટરને આ બાબતે પૂછતા ઉડાઉ જવાબ અપાયો છે.

12.55 PM સાબરકાંઠા

સાબરકાંઠાનું પેઢમાલા ગામનું તળાવ ફાટવાની શક્યતા જોવા મળી છે.  નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. પેઢમાલા ગ્રામ પંચાયતે લેટરપેડ પર આપી સૂચના. લોકોને સ્થળાંતર કરી શાળામાં આશરો લેવા સૂચના આપી છે.  ગ્રામ્યમાં ભારે વરસાદને કારણે તળાવ થયા ઓવરફ્લો. જાનહાની ન સર્જાય તે માટે ગ્રામ પંચાયતે સૂચના આપી છે.

12.45 PM વલસાડ

વલસાડના ગુંદલાવ ચોકડી નજીક ઝાડ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. ઝાડ પડતા નીચે ગાડી દબાઈ ગઈ છે.  ગાડી પસાર થતી હતી એ સમયે ઝાડ પડતા  સદબનસીબે કારચાલકનો બચાવ થયો છે. ઘટના બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે. ઝાડ હટાવી વાહન વ્યવહાર યથાવત કર્યો છે.

12.44 PM નડિયાદ

નડિયાદના સિલોડ ગામે મહિલા અને નવજાતનું રેસ્કયુ કરાયું છે. મોહકમપુરા પાટિયા વિસ્તારમાં 108 અને SDRFનું રેસ્કયુ કરાયું છે.  સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો,  બાળક અને માતાને તાત્કાલિક સારવારની જરૂર હતી, દરમિયાન SDRFની ટીમ અને 108ની ટીમે રેસ્કયુ કર્યુ છે. ખભા સુધીના પાણીમાં રેસ્કયુ કરી ગામની બહાર લવાયા છે.  માતા અને નવજાત બાળકને સારવાર માટે દાખલ કરાયા છે.

12.42 PM સુરત

સુરતમાં વરસાદને લઇ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. સુરતથી પસાર થતી 62 ટ્રેનો રદ્દ કરાઈ છે.  20 જેટલી ટ્રેનો આંશિક નિરસ્ત કરાઈ છે.  46 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે. રેલ્વે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

12.35 PM ખેડા

ખેડાના મહેમદાવાદમાં પોલીસે દિલધડક રેસ્કયુ કર્યુ છે. ખેડા પોલીસની કાબીલેદાદ કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા છે. ફસાયેલા લોકોનું પોલીસે જીવના જોખમે રેસ્ક્યુ કર્યુ છે. વાંઠવાડીથી વમાલી ગામ રોડ પર કાર ફસાઈ હતી, જેના રેસ્કયુના લાઇવ દ્રશ્યો માત્ર મંતવ્ય ન્યૂઝ પર જોવા મળશે. વીડિયોમાં જોવ મળે છે કે પોલીસે જેસીબી સાથે લઇ જઇને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ છે. કારમાં બેસેલા અંદાજીત 4થી પાંચ લોકોને બચાવાયા છે.  SP રાજેશ ગઢીયાની સૂચનાથી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.  દ્રશ્યો જોઇને તમે પણ પોલીસને બિરદાવવાનું ચૂકશો નહી.

12.25 PM બોટાદ

બોટાદમાં સુખભાદર ડેમમાં 16 ફૂટ નવા નીરની આવક શરૂ થઈ છે. સુખભાદર ડેમ રાણપુરને પીવાનું પાણી પૂરું પાડે છે. લાંબા સમય બાદ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં શહેરીજનોમાં આનંદ ફેલાયો છે.

12.00 PM ભરૂચ

ભરૂચમાં જંબુસર અને આમોદને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. આજવા ડેમનું પાણીની આવકમાં સતત વધારો થયો છે.  ગામોમાં પાણી આવતા ખેતીને પણ નુકસાન થયું છે. મગણાદ ગામમાં મગર પાડાને પણ ખેંચી ગયા છે્. મગર પાડાને ખેંચી ગયાના દ્રશ્ય સામે આવ્યા છે.

11.53 AM રાજકોટ

રાજકોટમાં SBI બ્રાન્ચ લોકર પાણીમાં ગરકાવ થયું છે.  SBI જિમખાના બ્રાન્ચના લોકર પાણીમાં ત્રણ દિવસથી ગરકાવ થયા છે.  સેલરમાં પાણી ભરાયાં છે પરંતુ અધિકારીઓ દ્વારા કોઇ કામગીરી નહીં કરાતા ગ્રાહકો પરેશાન થયા છે. ભારે વરસાદથી કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાનો ગ્રાહકોમાં ડર ફેલાયો છે.

11.50 AM પબ્લિક ટ્રાન્સપોર્ટ

વરસાદથી રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર થઈ છે.  ગુજરાતમાં આવતી જતી કુલ 50 કરતા વધુ ટ્રેન રદ થઈ છે.  એસ.ટી. વિભાગની 40515 ટ્રીપ પૈકી 4531 ટ્રીપ બંધ કરાઈ છે.  આજે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ કરાયું છે.

11.42 AM દાહોદ

દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના 6 ડેમો ઓવરફ્લો થયા હતા.  6 ડેમોનું જળસ્તર નીચું આવ્યું છે. વરસાદે વિરામ લેતા જળસ્તરમાં ઘટાડો થયો છે.

11.42 AM જામનગર

જામનગરમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો છે. ત્રીજા દિવસે પણ સવારથી વરસાદ વરસ્યો છે.  અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઘરની અંદર પાણી ભરાતા તારાજી સર્જાઇ છે.  ઘરની અંદર કાદવ કિચડ જમા થયો છે.  ઘરવખરીને ભારે નુકશાન પહોંચ્યુ છે.

સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
દેવભૂમિ દ્વારકા દ્વારકા 1.97
સુરત ઉમરપાડા 1.73
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 1.69
રાજકોટ ધોરાજી 1.57
જામનગર લાલપુર 1.34
દેવભૂમિ દ્વારકા ભાણવડ 1.30
કચ્છ નખત્રાણા 1.26
પોરબંદર પોરબંદર 1.26
સુરત કામરેજ 1.22
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.22
કચ્છ અબડાસા 1.18
કચ્છ માંડવી (કચ્છ) 1.14
જામનગર કાલાવડ 1.10
કચ્છ લખપત 1.02
પોરબંદર રાણાવાવ 1.02
પોરબંદર કુતિયાણા 1.02

11.42 AM અમરેલી

અમરેલીની ભાગોળે આવેલ ઠેબી ડેમમાં પાણીની આવક થઈ છે.  ઠેબી ડેમ 50%થી વધુ ભરાતા 2 દરવાજા ખોલાયા છે.  જળાશયનું રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલાયા છે.  નીચાણવાળા ગામોને સાવચેત રહેવાની સુચના અુપાઈ છે.  ખોડિયાર, સુરવો-૧, ઠેબી ડેમના દરવાજા ખોલાયા છે.

11.40 AM 

રાજયમાં બે કલાકમાં 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  સવારે 8થી 10 વાગ્યા સુધી વરસાદ વરસ્યો છે.  દ્રારકામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. નખત્રાણા અને માંડવીમાં એક ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પોણો ઇંચ વરસાદ,  કચ્છના અબડાસામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

11.30 AM બોટાદ

બોટાદમાં રાણપુરની નિલકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચંદરવા ગામની નિલકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે.  નદીમાં નવા નીર આવતા ગામલોકોમાં આનંદ વ્યાપી ગયો છે.  જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

11.24 AM જુનાગઢ

જુનાગઢમાં વરસાદને લઇ અનેક રસ્તાઓ બંધ કરાયા છે. કેશોદનો મંગલપુરથી માણાવદર જવાનો રસ્તો બંધ કરાયો છે.  રસ્તા પર પાણી ફરતા મોડી રાત્રે કાર ફસાઇ હતી. કારામાં બેસેલા ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.  રસ્તા પર પાણી ફરતા અનેક લોકો પરેશાન થયા છે.

11.19 AM સુરત

સુરતમાં કોલેજ  નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા છે.  ભગવાન મહાવીર કોલેજ નજીક પાણી ભરાતા રાહદારિઓ ઘૂંટણસમા પાણીમાંથી જવા મજબૂર થયા છે. પાણીને લઈ વાહન ચાલકો પાણીમાં અટવાયા છે. મનપાની પ્રી મોન્સુનની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.

11.16 AM સાબરકાંઠા

સાબરકાંઠામાં ધરોઈ ડેમની સપાટી 606.11 ફૂટ પહોંચી છે.  ડેમમાં પાણીની આવક 10278 ક્યુસેક થઈ છે. સંગ્રહિત થયેલો પાણીનો જથ્થો 48.24 ટકા છે.  ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફુટ છે.  ડેમની સપાટી છેલ્લા 6 દિવસમાં 6 ફૂટ પાર પહોંચી છે.

11.11 AM ભરૂચ

ભરૂચના જંબુસરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ટંકારી ભાગોળ સર્કલ પાસે આવેલા પ્રવેશ માર્ગમાં પાણી પહોંચી ગયા છે.  વડોદરામાં પાણી છોડાતા પાણીની આવક વધી છે.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફર્યા છે. ભરૂચના જંબુસરમાં પાણીનું પ્રમાણ વધ્યું છે.  ઉપરવાસથી પાણીનું પ્રમાણ વધતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. નવીનગરી વિસ્તારમાં ઉપરવાસથી પાણીનું પ્રમાણ વધતા ગતરોજ કરતા પાણીનું પ્રમાણ વધ્યું છે. ગઈકાલ કરતા દોઢ ફૂટ પાણીનું પ્રમાણ વધ્યું છે.

11.08 AM રાજકોટ

રાજકોટના ગોંડલમાં ઇકો કાર તણાઇ છે. મોટીખિલોરી ગામે કોલપરી નદીમાં કાર તણાઈ છે. કોલપરી નદીના પુલ પરથી ઈકો કાર તણાતા કારમાં બાળક સહિત 3 વ્યક્તિઓ હોવાની વિગતો મળી છે, હાલ ત્રણેયની ફાયર બ્રિગેડ ટીમે શોધખોળ હાથ ધરી છે.

11.05 AM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM સાથે વાતચીત કરી છે. સી.એમ. ભુપેન્દ્ર પટેલ પાસેથી વિગતો મેળવી રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિને લઇ વાતચીત કરી છે.  રાહત-બચાવ કામગીરીની પીએમએ વિગતો મેળવી છે.  ગુજરાતને કેન્દ્ર તરફથી મદદની ખાતરી આપી છે.

11.01 AM ગાંધીનગર

ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગ્રીન સિટી ગ્રીન જોવા મળી છે. ઓફિસે જનારાઓને ભારે તકલીફ પડી રહી છે.

11.00 AM વડોદરા

વડોદરામાં પૂરની પરિસ્થિતિ યથાવત છે. માંજલપુર, વડસર અને કલાલીમાં પાણી ભરાયા છે. કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાયાં છે. હોસ્પિટલના ICUમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે. સ્ટ્રેચરમાં દર્દીઓને રેસ્ક્યુ કરી લઇ જવાયા છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયું છે.

10.53 AM મહેસાણા

મહેસાણાના ધરોઈ ડેમની સપાટી 606.11 ફૂટ પર છે. ડેમમાં 10278 ક્યુસેક પાણીની આવક શરૂ થઓઈ છે. ડેમમાં 48.24 ટકા સંગ્રહિત પાણીનો જથ્થો છે.  ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફુટ પર છે.  ડેમની સપાટી 6 દિવસમાં 6 ફૂટ વધી છે.

10.50 AM જામનગર

જામનગરમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. 24 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.  1200થી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે.  દરેક વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે.

10.45 AM દ્વારકા

દ્વારકામાં જામ ખંભાળીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. નારાયણ નગરમાં ફોર વ્હીલ કાર પાણીમાં ડુબી ગઈ છે. પાર્કિંગમાં રહેલી કાર પાણીમાં ગરકાવ થઈ છે. દ્વારકામાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.  જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ છે.  24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  વરસાદને પગલે તમામ નદી નાળાઓ બે કાંઠે થયા છે. ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ થયું છે. જિલ્લાની તમામ સ્કુલોમાં કરાઇ રજા જાહેર. ધોધમાર વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત થયું છે.

10.35 AM રાજકોટ

રાજકોટમાં ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણું થયું છે. સતત વરસાદને કારણે નદી નાળાઓમાં પુષ્કળ પાણી જોવા મળ્યું છે. ભાદર-1, મોજ, વેણુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા લાઠ ગામમાં ઘૂસ્યા છે. લાઠથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરાયો છે.  ગામના અનેક રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ઘુસ્યા છે. સરપંચે અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા છે.

10.30 AM સયાજીનગર 

સયાજીનગર ટ્રેન 24 કલાક લેટ ભુજ પહોંચી છે. મુંબઇથી સોમવારે રવાના ટ્રેન થઇ હતી. ટ્રેન આજે સવારના ભુજ સ્ટેશન પર પહોંચી હતી. અંદાજીત 24 કલાક લેટ ચાલેલી ટ્રેન ભુજ પહોંચી છે. માળિયા પાસે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા. સયાજીનગર ટ્રેન વાયા પાલનપુરથી કચ્છ પહોંચી છે.

10.20 AM સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીના પુલ પર પાણી ફરી વળ્યા છે.  ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સ્થિતિ સર્જાઇ છે. ભોગાવો નદીની પુલ પરથી પાણી ફરી વળતા સતત ત્રણ દિવસથી રસ્તો અવર જવર માટે બંધ છે. નદી પર પાણી ફરી વળતા શિયાણી, રોજાસર, ભગવાનપર, રાણાગઢ સહિતના ગ્રામજનો અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શિયાણી અને ઘાઘરેટિયા વચ્ચે આવેલ ભોગાવો નદીમાં પાણી આવતાં રસ્તો બંધ થઈ જતાં અંદાજે ૦૮ થી વધુ ગામોને મુશ્કેલી પડી રહી છે.

10.15 AM સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગરનું સમલા ગામ બેટમાં ફેરવાયું છે. સમલા ગામ બેટમાં ફેરવાતા લોકોને હાલાકી પડી રહી છે. ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ છે.

10.00 AM સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થયા છે. મોરસલ, વાંસલ સહિતના ડેમો ઓવરફ્લો થયા છે. 10 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. અવિરત વરસાદના પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 24 કલાકમાં 1 હજારથી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. 50થી વધુ ગામો સમ્પર્ક વિહોણા બન્યા. NDRFની ટીમો કામે લગાવામાં આવી છે.

પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં NDRFની ટીમ તૈનાત કરાઈ છે.  જશમતપુર ગામના લોકોને સાવચેત કરાયા છે.  NDRFની ટીમે ગ્રામજનો સાથે કરી મુલાકાત. લીંબડી પ્રાંત અધિકારી પણ હાજર રહ્યા હતા.

9.42 AM મહેસાણા 

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કડીમાં સૌથી વધુ 43મીમી વરસાદ નોંધાયો છે.  વિસનગરમાં 39મીમી, વિજાપુરમાં 33મીમી વરસાદ, ખેરાલુમાં 32મીમી, ઊંઝામાં 25મીમી વરસાદ, સતલાસણા 22 મીમી, ખેરાલુ 32 મીમી, ઊંઝા 25 મીમી, વિસનગર 39 મીમી, વડનગર 30 મીમી, વિજાપુર 33 મીમી, મહેસાણા 18 મીમી,  બહુચરાજી 19 મીમી,  કડી 43 મીમી, જોટાણા 21 મીમી વરસાદ નોંધાયો છે.

9.41 AM 

અમદાવાદમાં બગીચાની દીવાલ ધસી પડી હતી, સુભાષબ્રિજ પાસે આવેલ સિનિયર સીટીઝન પાર્કની દીવાલ મોડી રાત્રે પડી ગઈ હતી. બાકડાઓ, રમતગમતના સાધનોને પણ નુકસાન થયું હતું. વરસાદને કારણે દીવાલ પડતા કોઈ જાનહાની થઈ નથી.

9.40 AM વડોદરા

વડોદરામાં આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય તેવી સ્થિતિનો પણ નિર્માણ થયું છે. જેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.

9.30 AM બનાસકાંઠા

બનાસકાંઠામાં મુક્તેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.  મુક્તેશ્વર ડેમમાં પ્રથમ વાર પાણીની આવક જોવા મળી છે.

9.15 AM અરવલ્લી

અરવલ્લીના મોડાસાના માઝૂમ ડેમમાંથી પાણી છોડાયું છે.  માઝૂમ ડેમમાંથી 2700 ક્યુસેક પાણી છોડાયું, ડેમના ત્રણ દરવાજાઓ ખોલીને પાણી છોડાતા 35થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. મોડાસા, ધનસુરા, બાયડના ગામોને કરાયા એલર્ટ.

9.00 AM અરવલ્લી

અરવલ્લીમાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોડાસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ભિલોડા, બાયડ, મેઘરજમાં 2-2 ઇંચ વરસ્યો વરસાદ. ધનસુરા અને માલપુરમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.  શામળાજી સહિત જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

8.45 AM રસ્તાઓ બંધ

રાજ્યના 34 સ્ટેટ હાઈવે, 636 રસ્તાઓ બંધ છે. રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે બે સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

8.24 AM બનાસકાંઠા

બનાસકાંઠામાં દાંતાની અર્જુન નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

8.18 AM સાબરકાંઠા 

સાબરકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લામાં સર્વત્ર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. 26 મિમીથી 69 મિમી સુધી વરસાદ છે.  ખેડબ્રહ્મામાં 26 મિમી, વિજયનગરમાં 69 મિમી, વડાલીમાં 34 મિમી અને ઇડરમાં 49 મિમી, હિંમતનગરમાં 33 મિમી, પ્રાંતિજમાં 28 મિમી, તલોદમાં 40 મિમી અને પોશીનામાં 31 મિમી વરસાદ વરસ્યો છે.

8.17 AM પાટણ 

પાટણ અને સિદ્ધપુરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. કુણઘેર, અનાવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. સિધ્ધપુરના કાકોશી, કુંવારા સહિતના ગામોમાં સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

8.15 AM ભાવનગર

ભાવનગરના શેત્રુજી ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક છે. ડેમની જળ સપાટી 24 ફૂટ 7 ઇંચ પહોંચી છે. પાંચ દિવસમાં એક ફૂટ જેટલી જળ સપાટીમાં વધારો થયો છે.

8.11 AM શાળાઓમાં રજા 

ભારે વરસાદના કારણે આજે શાળાઓમાં રજા જાહેર જાહેર કરાઈ છે. અમદાવાદ, વડોદરા, પોરબંદરની શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદના કારણે નિર્ણય લેવાયો છે. તંત્ર સાથે ચર્ચા બાદ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

8.10 AM અમરેલી

અમરેલીમાં રાત્રિ દરમિયાન વરસ્યો છે વરસાદ. રાજુલામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં મુશળધાર મેઘસવારી આવી પહોંચી હતી. દરિયાકાંઠે પવનની ગતિ વધી જતા સમુદ્રની અંદર ભારે મોજા સાથે કરંટ જોવા મળ્યો હતો. રાજુલા આસપાસના વિસ્તારોમાં વરસાદ. PGVCL ટીમો વીજળીને લઈ વોચ રાખી રહી છે.

8.00 AM અમદાવાદ 

અમદવાદ શહેરમાં આજે વહેલી સવારે વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.

7.55 AM વડોદરા 

વડોદરા શહેર કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા બંધ કર્યા છે. નદીની સપાટીમાં 4 ફૂટ જેટલો ઘટાડે થઈ શકે છે. વિશ્વામિત્રી નદીની સપાટી 35.25 ફૂટ હાલમાં છે. આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 99ના મોત, હજારોનું સ્થળાંતર

આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ