Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો, 20 ડિસેમ્બર પછી ફરી તાપમાનમાં થશે ઘટાડો

ગુજરાતના(Gujarat weather) લઘુત્તમ તાપમાનમાં વધારો, થોડા દિવસ રાહત બાદ ફરી કડકડતી ઠંડી પડવાની શક્યતા.

Top Stories Gujarat Breaking News
weather

Gujarat Weather:ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ આંશિક રીતે ઘટ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જ્યારે ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, 20 ડિસેમ્બર પછી રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે.સૌથી નીચું તાપમાન અમરેલીમાં 12 ડિગ્રી નોંધાયું છે.ગુજરાતના વિવિધ શહેરોમાં ગાંધીનગરમાં 14.6 ડિગ્રી,ડીસામાં 14.5 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 15.0 ડિગ્રી,વડોદરામાં 13.2 ડિગ્રી,સુરતમાં 14.8 ડિગ્રી,દમણમાં 15.4 ડિગ્રી,ભુજમાં17.9 ડિગ્રી,નલિયામાં 14.0 ડિગ્રી,કંડલા એરપોર્ટમાં 14.4 ડિગ્રી,ભાવનગરમાં 14.6 ડિગ્રી અને રાજકોટમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં નોંધાયુ છે.

ગુજરાતના હવામાનમાં (Gujarat Weather) ફેરફારની શક્યતા

Gujarat Weather

મધ્ય ગુજરાતના (Gujarat) અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનું પ્રમાણ હજુ યથાવત છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી હવામાનને (Weather) કારણે  કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થશે.ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે,આ બદલાતા લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી રહી છે. જોકે, આ ફેરફાર પછી ફરીથી ઠંડીનો નવો તબક્કો શરૂ થઈ શકે છે તેવી હવામાન નિષ્ણાતોની નજર છે.

Gujarat Weather

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધઘટ થઈ શકે છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર ચાલુ છે. ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી