Ahmedabad News: દેશની એરલાઇન્સના પેસેન્જરોની હાલત છકડાના મુસાફરો કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ છે. છકડામાં મુસાફરોને કમસેકમ છકડો બદલવાની તક તો હોય છે, અહીં તો વિમાની કંપનીઓ તેમને પોતાને ખબર હોય છે તેમ છતાં તેમના જ રૂટ પરની બીજી કંપનીની ફ્લાઇટમાં પણ પેસેન્જરોની વ્યવસ્થા કરી આપતી નતી અને છેવટે પેસેન્જરોને રઝળપાટ કરવાનો વારો આવે છે.
ઇન્ડિગો (Indigo) ની ફ્લાઇટના ધાંધિયા માંડ-માંડ પૂરા થયા છે ત્યાં હવે સ્પાઇસજેટ (Spicejet) ના ધાંધિયા શરૂ થયા છે. સ્પાઇસજેટ વિશે એવું કહેવાય છે કે તેની ફ્લાઇટમાં આમ પણ ધાંધિયા હોય જ છે, પરંતુ મર્યાદિત બજેટ ધરાવતા પેસેન્જરો માટે કોઈ વિકલ્પ નથી. દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટ દસ કલાક સુધી ન ઉપડતા પ્રવાસીઓનો આક્રોશ આકાશને આંબ્યો હતો. આમ ફ્લાઇટ આકાશમાં ના ઉપડી તો પ્રવાસીઓનો આક્રોશ આકાશને આંબી ગયો હતો.
તેમા પણ એરલાઇન કંપનીએ સરખો જવાબ પણ ન આપ્યા કે પેસેન્જરોને તેના વિલંબ અંગે કારણ પણ ન આપતા લોકો વધુ ગુસ્સે ભરાયા હતા. આના કરતાં તો છકડો સારો તેમ કહેતા હતા. આટલી વારમાં તો ટ્રેનમાં બેસીને પણ પહોંચી જવાયું હોત તેમ તેઓએ જણાવ્યું હતું. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવતી સ્પાઈશ જેટ ની ફ્લાઈટ નં SG8193 ના યાત્રીઓએ સ્પાઈસજેટનો હુરિયો બોલાવ્યો હતો.
સ્પાઈસજેટની ફ્લાઈટ નં SG8193 દિલ્હી થી ઉપડવાનો નિર્ધરિત સમય રાત્રે 10.10 નો હતો સ્પાઈસજેટ દ્વારા વિલંબ નું કોઈ કારણ ના જણાવતાં યાત્રીઓએ નારા લગાવી દિલ્હી એરપોર્ટ ગજવ્યું. સ્પાઈસજેટ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી ની પણ હાય હાય બોલાવી હતી. દિલ્હી એરપોર્ટ પર યાત્રી અને સિક્યુરિટી સાથે ગાળા ગાળી સાથે બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો: સ્પાઇસજેટની કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સુરક્ષિત લેન્ડિંગ કરાયું
આ પણ વાંચો: માત્ર 1515 રૂપિયામાં હવાઈ મુસાફરી, સ્વતંત્રતા દિવસ પર સ્પાઇસજેટની ખાસ ઓફર
આ પણ વાંચો: સ્પાઇસજેટમાં પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરતા ઉતારી દેવાયો
