Valsad News/ વલસાડના વાલોડ તાલુકામાં પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતી ઘટના, નરાધમ પિતાને કોર્ટે ફટકારી 25 વર્ષની કેદની સજા

વલસાડમાં સગા પિતાએ પોતાની 15 વર્ષીય સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ મામલે વિશેષ POCSO કોર્ટે આરોપી પિતાને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે

Top Stories Gujarat Breaking News
દુષ્કર્મ

Valsad News: ગુજરાતના વલસાડ જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. સગા પિતાએ પોતાની 15 વર્ષીય સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ (Rape) આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ મામલે વિશેષ POCSO કોર્ટે આરોપી પિતાને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને પીડિતા સગીરાને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

વલસાડમાં પિતા બન્યો હેવાન

પીડિતા 15 વર્ષીય સગીરા હોસ્ટેલમાં રહીને ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. વેકેશન દરમિયાન તે પોતાના ઘરે આવતી હતી. આવી જ એક તકનો લાભ લઈને તેના સગા પિતાએ 14 જાન્યુઆરી 2024થી 11 મે 2024 સુધીના સમયગાળામાં રાત્રિના સમયે વારંવાર તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે પીડિતાની માતાએ પોતાના પતિ વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી. મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે કેસને મજબૂત બનાવવામાં આવ્યો હતો.વિશેષ POCSO કોર્ટે આ મામલે સુનાવણી કર્યા બાદ આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે પિતાને POCSO એક્ટ અને IPCની સંબંધિત કલમો હેઠળ 25 વર્ષની સખત કેદની સજા સાથે દંડની જોગવાઈ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ

આ પણ વાંચો:વટવા GIDCમાં 17 વર્ષની સગીરાની છેડતી, પેટ્રોલ પંપ મેનેજરની કરાઇ ધરપકડ

આ પણ વાંચો:થરાદ ગ્રામ્યમાં યુવતી પર બિભત્સ માંગણી, મારામારી સાથે છેડતી પણ કરાઇ, મહિલા સુરક્ષા પર સવાલો…….