Banaskantha News : બનાસકાંઠામાં પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝા લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમના બેંક લોકરમાંથી 74 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને બિસ્કિટ મળી આવ્યા છે.અંકિતાબેન ઓઝા પર આરોપ છે કે તેમણે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અને ઝડપી કાર્યવાહી કરવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસમાં ACB એ ટ્રેપ ગોઠવીને તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં અંકિતાબેન ઓઝાના મહેસાણા ખાતેના બેંક ઓફ બરોડાના લોકરમાંથી 59.63 લાખના દસ સોનાના બિસ્કિટ અને સાત સોનાની લગડી મળી આવી છે. આ ઉપરાંત, લોકરમાંથી 15.26 લાખના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે. આમ, કુલ મળીને 74.89 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સ્ટેમ્પ ડયુટી ભર્યા વગર પ્લોટોમાં બાધકામ કરેલ જે બાંધકામનુ સ્થળ નિરીક્ષણ કરી નોટીસો આપતા પ્લોટ ધારકોએ નોટીસોના જવાબ કરવા ફરીયાદીને સહમતી આપેલ જેથી પ્લોટ ધારકો વતી સ્ટેમ્પ ડયુટી ઓછી કરવા તથા ઝડપી કાર્યવાહી કરાવવા સારૂ ફરીયાદી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કચેરી ખાતે જઇ આરોપીઓને મળતા તેઓએ સ્ટેમ્પ ડયુટી ઘટાડવા તેમજ ચલણ ઝડપી ભરી આપવાના અવેજ પેટે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગાંધીનગર ACB ફિલ્ડ નાઓએ લાંચનુ છટકુ ગોઠવી ઉપરોક્ત આરોપીને રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડેલ અને તેઓના વિરૂધ્ધ ઉપરોક્ત ગુનો દાખલ કરવામાં આવેલ છે.
ACB ના અધિકારીઓએ જણાવ્યું કે આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને અંકિતાબેન ઓઝાની સંપત્તિની વધુ તપાસ પણ કરવામાં આવશે. ACB એ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો તેઓ ACB ના ટોલ ફ્રી નંબર 1064 પર અથવા ફોન નંબર 02742-268005 પર જાણ કરી શકે છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ