Dhirubhai Ambani School/ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગુજરાતમાંથી કર્યો કોલ,અને કહ્યું…

આરોપીએ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ બોમ્બ લગાવ્યો હતો, ત્યારબાદ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો

Top Stories India
Ambani school

Ambani school   મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલે BKC પોલીસ સ્ટેશનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ FIR નોંધાવી છે. જે મુજબ ફોન કરનારે પોતાની ઓળખ વિક્રમ સિંહ તરીકે આપી હતી. આરોપીએ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ બોમ્બ લગાવ્યો હતો, ત્યારબાદ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. મળતી માહિતી મુજબ મામલો આગલા દિવસ એટલે કે મંગળવારનો છે.

મુંબઈ પોલીસના  ( Ambani school) જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો.કોલ કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. થોડી જ વારમાં શાળાએ સ્થાનિક પોલીસને જાણ કરી. જે બાદ તરત જ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની એક ટીમને સ્કૂલ કેમ્પસમાં મોકલવામાં આવી હતી. જ્યાં સર્ચ બાદ પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કૉલર વિરુદ્ધ IPCની કલમ 505 (1) (b) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. દરમિયાન, જોકે, મુંબઈ પોલીસે કહ્યું કે તેણે કોલ કરનારને શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે.

ઉલ્લેખનીય છે કે  મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મંગળવારે એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં એક અજાણ્યા કોલરે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ગયા વર્ષે ઑક્ટોબરમાં HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલને ધમકીભર્યો કૉલ આવ્યો હતો જે દરમિયાન અજાણ્યા કૉલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

Geologist Survey/જોશીમઠમાં પુનર્વસન માટે IITના જિયોલોજિસ્ટે આપી આ ચેતવણી,જાણો