Banaskantha News/ ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

જિલ્લા સેવા સદન-2 ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટે 3 લાખની લાંચ માંગી, ACB એ છટકું ગોઠવીને ઝડપ્યા.

Top Stories Gujarat Others

Banaskantha News : બનાસકાંઠાના પાલનપુર જિલ્લા સેવા સદન-2 ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને 2 લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ખુલ્લું પાડ્યું છે.

મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકે ACBને ફરિયાદ કરી હતી કે, તેમના મિત્રના 2 પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ થયું છે. આ બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અને ઝડપથી ચલણ આપવા માટે કચેરીના અધિકારીઓ લાંચની માંગણી કરી રહ્યા છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, એક મકાન દીઠ 1.5 લાખ રૂપિયા લેખે કુલ 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાનખાન નાગોરીએ ફરિયાદી પાસેથી લાંચના પૈસા સ્વીકારીને નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝાને તેમના ચેમ્બરમાં આપ્યા હતા. બંને અધિકારીઓએ એકબીજાને મદદગારી કરી હતી. ACBએ બંને આરોપીઓ પાસેથી લાંચની રકમ રિકવર કરી છે.

વધુમાં, પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઈમરાનખાને ફરિયાદી સાથે વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી. તેમણે નાયબ કલેક્ટરના કહેવાથી લાંચની માંગણી કરી હતી. નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા અંકિતાબેને તેમના સહકર્મી દ્વારા લાંચની રકમ સ્વીકારી હતી. તેમના કહેવાથી તેમના સહકર્મીએ લાંચની માંગણી કરી હતી.

આ ઘટના સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. લાંચ લેવી એ એક ગંભીર ગુનો છે. આનાથી નાગરિકોનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે.  ACBએ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મામલતદાર કચેરીમાં લાંચ લેતો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો

આ પણ વાંચો: વઢવાણ તાલુકા પંચાયત કચેરીના બે ટેકનિકલ આસીસ્ટંટે લાંચ માંગતા ગુનો દાખલ

આ પણ વાંચો: AMC ના અધિકારીએ 65,000ની લાંચ માગી, ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો