Gandhingar News/ વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગર્જયા, ‘ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવાનું બંધ કરો’

રાજ્યપાલના પ્રવચન ઉપરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યુ કે, ફિક્સ પગાર પ્રથા નાબુદ કરો, 2012થી સુપ્રીમમાં કરેલ કેસ રાજ્ય સરકાર પાછો ખેંચે, કોન્ટ્રાકટ-આઉટ સોસીંગ પ્રથાથી યુવાનોનું થતું શોષણ બંધ કરો,ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવાનું બંધ કરો, પહેલા ઉદ્યોગપતિઓ-ભાજપના મળતીયાઓના દબાણો ઉપર બુલડોઝર ફેરવો.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં ક્યાંક નકલી કાંડ થાય છે. ક્યાંક પેપર કાંડ થાય છે. ક્યાંક લેટર કાંડ થાય છે. ક્યાંક ખ્યાતિ કાંડ થાય છે એવા ચારેય તરફ કાંડ થઈ રહ્યા છે. પોલીસ પ્રશાસનનો કોઈ પણ જાતનો ભય નથી કંટ્રોલ નથી, ડર નથી રહ્યો. સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જુએ છે. પ્રજાની તકલીફોમાં કાંડમાં એનો પ્રવચનમાં ક્યાંય ઉલ્લેખ નથી એનું દુ:ખ છે.

ગુજરાતના યુવા ભારત દેશ અને ગુજરાત, લાખો યુવાનો મોંઘુ શિક્ષણ લીધા બેરોજગાર ફરે છે. સ્વપ્નો રાખીને સરકારી ભરતીની તૈયારી કરે, પરીક્ષા આવે તો ક્યાંક પેપર ફૂટી જાય અને પહેલા તો ક્યાંક પેપર ફૂટતા હતા હવે તો આન્સર કી જ લીક થઈ જાય છે. આ યુવાનને જ્યારે આ નોકરી મળે ત્યારે ફિક્સ પગારની નોકરી મળે. જ્યારે સરકારે વાત ન સાંભળી ત્યારે ઉમેદવારો હાઇકોર્ટ સમક્ષ ગયા અને જ્યારે હાઇકોર્ટે ન્યાયની વાત કરી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા. યુવાનોને એમના કામના પ્રમાણમાં વેતન મળવું જોઈએ. સન્માન મળવું જોઈએ, એનો અધિકાર છે. ફિક્સ પે થી એનું શોષણ થાય છે એ અટકવું જોઈએ એની સામે ગુજરાત સરકાર 2012માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે છે. 2012 થી આજે 13 વર્ષ થયા પણ આ ગુજરાતના લાખો કર્મચારીઓની જે માંગણી હતી એ આજે પણ સ્વીકારવામાં આવી નથી. 8 મી ફેબ્રુઆરી 2025ના રોજ એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે કામદાર હોય કે કર્મચારીઓ હોય એને કાયમી કર્મચારી જેટલા લાભ મળવા જોઈએ, સન્માન મળવું જોઈએ.

આપણે ગુજરાતને વિકસિત રાજ્ય કહીએ છીએ, સમૃદ્ધ રાજ્ય છે. પરંતુ આપણાથી પછાત કહેવાતું બિહાર રાજ્ય ત્યાંની સરકારે ત્યાંના સરકારના કર્મચારીઓ માટે નિર્ણય લીધો કે ત્યાંનો પ્રોબેશન સમય એટલે કે કર્મચારીઓનોફિક્સ પે માટેનો સમય જે 2 વર્ષ હતો એ ઘટાડીને 1 વર્ષ કર્યો. જ્યારે આપણે ડબલ એન્જિન સરકાર છે, ૧૨ વર્ષ કરતા પણ વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. કર્મચારીઓ સતત માંગણી કરી રહ્યા છે પણ એમની માંગણી પૂરી નથી કરતા અને બિહારમાંથી પણ શીખ નથી લેતા.

અમિત ચાવડાએ ગૃહને સંબોધન કરતાં જણાવ્યું કે રાજ્યમાં ફિક્સ પે ની સાથે સાથે, ગુજરાતમાં જે આઉટ સોર્સિંગ પ્રથા છે, જેમાં કર્મચારીઓનું શોષણ થાય છે. સરકારના વિભાગો, બોર્ડ, નિગમમાં ૫૦% જેટલી જગ્યાઓ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગથી ચાલે છે. કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રશ્ન પણ એક જાતનું શોષણ છે. ભૂતકાળમાં એક સમયે જ્યારે કરકસર કરવાનો સમય હતો, તે સમયની સરકારો એફિક્સ પે ની વાત કરી હશે. કોન્ટ્રાક્ટપ્રથાની વાત કરી હશે. પણ અત્યારે તો આપણે સમૃદ્ધ રાજ્ય છીએ. આપણે પુરાંત વાળું બજેટ આપીએ છીએ, તો શું કામ આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાને નામે રાજ્યના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. શું કામ પદો ખાલી હોવા છતાં યુવાનોની ભરતી નથી થતી, શું કામ ફિક્સ પે – આઉટ સોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. પુરાંત વાળું નહી અપાય તો ચાલશે, લાખો કર્મચારીઓ જ્યારે સમાન કામ સમાન વેતનની માંગણી પૂરી કરવામાં આવે અને એ સાથે SC ST OBC સમાજના અનામતના અધિકારીઓનું પણ હનન થયું.

રાજ્યમાં ઠેરઠેર ગરીબોના મકાનો તોડી તેમને જે રીતે બેઘર કરવામાં આવી રહ્યાં છે તે મુદ્દે અમિત ચાવડાએ ગૃહને કટાક્ષ કરતાં કહ્યું કે આજે ગુજરાતમાં હેડલાઇન્સ બને છે કે “દાદાનું બુલડોઝર ફર્યું-પણ દબાણ હટાવવાની ઝુંબેશને નામે આજે ગુજરાતમાંથી આયોજન પૂર્વક ગરીબોને હટાવવાનું કામ થઈ રહ્યું છે. વર્ષ 2022માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ ગરીબોને પાકા મકાન આપવાની વાત કરી હતી, ગુજરાતમાં તો વર્ષ 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાચા ઝૂંપડાનો સર્વે કરાવ્યો હતો અને બધાને સ્વપ્ન બતાવ્યા હતા કે પાકું મકાન મળશે. આજે 2025માં પણ પાકું મકાન ન મળ્યું પણ બાપ દાદાની સનદો હોવા છતાં પાકા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે.

અમદાવાદમાં રબારી લોકોના, ઠાકોર સમાજના મકાન હોય કે અંબાજી અને આણંદમાં ગરીબ લોકોના ઘર હોય એ મકાનો અને દ્વારકામાં લોકોના ઘર પર જે રીતે બુલડોઝર ફરે પણ આ સરકારને આ મુદ્દે કોઈ દયા નથી આવી. જો બુલડોઝર ફેરવવું હોય તો સુરતની MANS કંપનીએ 34 વર્ષથી 6,30,000 ચોરસ મીટર જમીન પર ગેર કાયદેસર કબજો કર્યો છે એની ઉપર દાદાનું બુલડોઝર નથી ફરતું. કોઈ ઉધોગ પતિ કે ભાજપના મળતીયાનાઝીંગા ફાર્મ ચાલતા હોય એ ઝીંગા ફાર્મ ઉપર બુલડોઝર નથી ફરતું પણ ગરીબ માણસના ઘર ઉપર બુલડોઝર ફરે છે.

વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં આજ દિન સુધી જમીન માફિયાનો, ડ્રગ્સ માફિયાનો કે ખનન માફિયાની વરઘોડો ન કાઢ્યો પણ અમરેલીની એક માસૂમ પાટીદાર સમાજની, ગુજરાતની દીકરીનો વરઘોડો કાઢવો. પણ સરકારમાં બેઠેલા લોકો પોતાને બંધારણથી ઉપર સમજે અને જવાબદાર પદો પર બેઠેલા લોકો એમ કહે કે વરઘોડા તો નીકળશે, અને એવો જ બનાવ અમરેલીમાં બન્યો. જે ભાજપનો આંતરિક વોર બહાર આવી એના કારણે આ બનાવ બન્યો, જેમાં ભાજપના જ એક નેતા ખનન માફિયાના હપ્તા જેવા આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવે છે. હજી સુધી પત્ર સાચો છે કે ખોટો એનો FSL રિપોર્ટ જાહેર કેમ નથી થતો ? પણ જે નેતાઓ પર આક્ષેપ થયો એનો પણ FSL રિપોર્ટ કરાવો. કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવે એવા ભાષણો તો થાય. પણ હવે આ ખોટું કરવા વાળા દીકરીનો વરઘોડો કાઢવાવાળા, આખા વિશ્વમાં ગુજરાતનું નામ નીચું આવે આપણે નીચું જોવું પડે એવું કૃત્ય કરવા વાળા સામે કાર્યવાહી કરવામાં આવે.

રાજ્યમાં નકલીઓના ફાટેલા રાફડા વિશે અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં નકલી દૂધ કે ઘી પકડાય પરંતુ હવે ડબલ એન્જિન સરકારના શાસનમાં નકલી જજ, નકલી વકીલ, નકલી ડેપ્યુટી કલેક્ટર, નકલી CMO PMO નો અધિકારી પકડાય, નકલી કચેરીઓ પકડાય છે પણ હવે ચિંતા એ છે કે કોઈ નકલી સચિવાલય બનાવી રાજ્યનો વહીવટ કરવાનું ચાલુ ન કરી દે. વરઘોડા તો નીકળશે એવી જાહેરમાં શેખીઓ મારનારા 82 નો વરઘોડો ન કાઢે, ભાજપના પટ્ટા પહેરીને જાહેરમાં કોઈને પટ્ટા મારનારના વરઘોડા ન નીકળે પણ અડધી રાત્રે પાટીદાર સમાજની માસુમ દીકરીની અટકાયત કરવામાં આવે.

આ ઉપરાંત અમિત ચાવડાએ રાજ્યમાં વિકાસની વાતોમાં કુપોષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું જે આપણે વિકાસની વાત કરીએ છીએ, પણ આપણા બાળકો કુપોષિત રહેતા હોય એ આપણા માટે ચિંતાનો વિષય છે. બજેટ માં ખર્ચ પણ થાય છે, પણ યોજનાઓ હોવા છતાં 30 વર્ષના શાસનમાં કુપોષણ નાબૂદ કેમ નથી થતો. હેલ્થ સર્વે મુજબ રાજ્યમાં 5 વર્ષથી નીચેના 39% બાળકો કુપોષિત છે, 25 % બાળકો શારીરિક રીતે નબળા છે. અને 39.7% જેટલા બાળકો ઓછા વજન વાળા છે. રાજ્યમાં 15 થી 49 વર્ષની મહિલાઓમાં લોહીની કમી છે. આદિવાસી વિસ્તારની ખરાબ હાલત છે જેમાં 58.4% બાળકો કુપોષિત છે.

ખેડૂતોની ચિંતા વ્યક્ત કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે આજે પણ કુદરતી આફતોમાં ખેડૂતોને નુકસાન થાય, તો એના પાકના રક્ષણ કે આર્થિક નુકસાનીમાંથી બચાવવાની કોઈ વ્યવસ્થા નથી, કે પાક વીમા યોજના હતી તે 2020 થી બંધ કરી દેવામાં આવી અને આજ સુધી બીજી કોઈ પાક વીમા યોજના લાગુ કરવામાં નથી આવી. ખેડૂતોને પ્રીમિયમના પૈસા પણ પાછા નથી મળતા અને 10 વર્ષથી જમીન રિસર્વેની લાખો અરજીઓ છે. જેમાં નામોમાં ફેરફાર થઈ ગયા છે. વિસ્તારમાં ફેરફાર થઈ ગયા છે. માપણી ખોટી કરવામાં આવી છે. એ મુદ્દે આ ખોટી જમીન માપણી રદ્દ કરવામાં આવે એવી માંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા ટકરાશે

આ પણ વાંચો: અમદાવાદ: આજે કોંગ્રેસ કોર ગૃપની મળશે બેઠક, શહેરના કોંગ્રસ કાર્યાલય ખાતે મળશે કોર ગૃપની બેઠક, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક, કોંગ્રેસ નેતા

આ પણ વાંચો: કોંગ્રેસના નેતાઓની મળશે બેઠક, દિલ્હીમાં મળશે નેતાઓની બેઠક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા રહેશે હાજર, લોકસભા ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા