Anand Parliament Seat/ લોકસભા ચૂંટણીઃ આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા ટકરાશે

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા અમિત ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવશે. આમ લોકસભામાં ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા ટકરાશે.

Top Stories Gujarat Others
Beginners guide to 10 3 લોકસભા ચૂંટણીઃ આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા ટકરાશે

આણંદઃ આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા અમિત ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવશે. આમ લોકસભામાં ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા ટકરાશે. ગઇકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં અમિત ચાવડાને સર્વાનુમતે લડાવવાનો ઠરાવ થયો હતો.

આણંદ લોકસભા બેઠક પર ભરતસિંહ બે વખત ચૂંટણી જીતી ચૂક્યા છે અને બે વખત હારી ચૂક્યા છે. આ વખતે પણ પક્ષ તેમને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારવા માંગતુ હતુ, પરંતુ ભરતસિંહે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.

આણંદ બેઠક પર ભાજપે મિતેશ પટેલને રીપિટ કર્યા છે, જ્યારે કોંગ્રેસ અમિત ચાવડાને ઉતારી રહી હોવાથી પાટીદાર વિ. ક્ષત્રિયનો મુકાબલો જોવા મળશે. પક્ષની સૂચનાઓને જ ધ્યાનમાં રાખીને અમિત ચાવડાને આણંદ બેઠક પરથી ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમિત ચાવડાને લોકસભા ચૂંટણી લડાવવામાં આવે એવી સ્થાનિક સંગઠન તરફથી રજૂઆત થઈ હતી. ભરતસિંહ સોલંકીએ પણ અમિતસિંહ ચાવડાના નામની ભલામણ કરી હતી. તેના પગલે અમિત ચાવડા આજે દિલ્હીમાં યોજાનારી સીઇસીની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. કોંગ્રેસ પાસે હાલમાં 13 વિધાનસભ્યો જ છે અને તેમાથી તે ચારને લોકસભા ચૂંટણી લડાવી રહી છે. આ બતાવે છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પૂરજોરથી ઝંપલાવવા માંગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેમંત સોરેનની ભાભી સીતા સોરેને પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો:મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી

આ પણ વાંચો:બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલા NDA બેઠકોનું થયું વિભાજન…

આ પણ વાંચો:કોબ્રા ઘટનામાં એલ્વિશ યાદવ મુશ્કેલીમાં મુકાશે, તેની પાસેથી મળી આવ્યો ગાંજો, નશીલા પદાર્થનો પણ ઉપયોગ થતો હતો