BCCI/ વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાની ના પાડી હતી એટલે BCCIએ કરી હકાલપટ્ટી..

રોહિત શર્માને  વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેને વિરાટ કોહલીના સ્થાને આ કમાન આપવામાં આવી છે.

Top Stories Sports
CRICKET વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાની ના પાડી હતી એટલે BCCIએ કરી હકાલપટ્ટી..

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને  વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને વિરાટ કોહલીના સ્થાને આ કમાન આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે  આ વર્ષે વિરાટે ટી-20 ની કેપ્ટન્સી છોડી દીધી હતી. પરંતુ આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે વિરાટ વન-ડે ટીમની કમાન છોડવા માંગતો ન હતો અને BCCIએ તેની પાસેથી બળજબરીથી કેપ્ટનશિપ છીનવી લીધી છે.

વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આવું થવાનું હતું અને બુધવારે BCCIએ વિરાટ કોહલીને ભારતની વન ડે ટીમના કેપ્ટન પદ પરથી હટાવીને રોહિત શર્માને બાગડોર સોંપી દીધી હતી.ઉલ્લેખનીય છે વિરાટ કોહલી કેપ્ટન પદ છોડવા માટે તૈયાર ન હોવાથી BCCIએ કેપ્ટનપદ છોડવા માટે કોહલીને 48 કલાકનું એલ્ટીમેટ આપ્યું હતું. જો કે  BCCI છેલ્લા 48 કલાકથી કોહલીના ODI ટીમની કેપ્ટનશીપ છોડવાની રાહ જોઈ રહ્યું હતું પરંતુ તેમણે તેમ કર્યું ન હતું. ત્યારબાદ 49માં કલાકમાં  રોહિત શર્માને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો, કોહલીની બરતરફીનો ઉલ્લેખ બીસીસીઆઈના નિવેદનમાં પણ કરવામાં આવ્યો ન હતો જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પસંદગી સમિતિએ આગળ જતાં રોહિતને ODI અને T20I ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કોહલીએ ફક્ત ટેસ્ટ કેપ્ટનશીપ તરીકે ચાલુ છે.