બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા મેડીકલ તપાસ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બાદમાં તેમને મુંબઈ પોલીસ કમિશનરની કચેરી લઈ જવામાં આવ્યા હતા.
રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ પર બતાવવાનો આરોપ છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યા હતા. રાજ કુંદ્રાની અનેક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આપને જણાવી દઇએ કે ફેબ્રુઆરી 2021 માં રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રાની રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં રાખવામાં આવ્યો હતો. રાજ કુંદ્રા આજે આ કેસમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે .અદાલત નિર્ણય કરશે કે રાજ કુંદ્રાને કેટલા દિવસના રિમાન્ડ પર મોકલવા કે જામીન આપવું તે કોર્ટ નક્કી કરશે.
મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ કુંદ્રાએ આ ઉદ્યોગમાં આશરે 8 થી 10 કરોડનું રોકાણ કર્યું હતું. રાજ કુંદ્રા અને બ્રિટનમાં રહેતા તેના ભાઈએ મળીને કેનરીન નામની કંપની બનાવી. આ વીડિયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વી ટ્રાન્સફર દ્વારા કેનરીન માટે યુકેમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.