ઈંગ્લેંડમાં નોરોવાયરસ એટલે કે વિન્ટર વોમેટિંકનાં વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેંડનાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ અઠવાડિયામાં આ વાયરસનાં સંક્રમણનાં 154 નવા કેસ નોંધાયા છે.
ફોન હેકિંગ મામલે / પેગાસસ મામલે ઇઝરાયલ કંપનીએ ફોન હેકિંગના અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા
ઈંગ્લેન્ડમાં નોરોવાયરસનો કહેર
આપને જણાવી દઇએ કે, કોરોનાવાયરસ મહામારી હજુ તો ખતમ થવાનું નામ લઇ રહી નથી. આ વચ્ચે મંકી બી વાયરસથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમ્યાન, ઈંગ્લેન્ડમાં અચાનક નોરોવાયરસનાં કેસો દેખાવા લાગ્યા છે, જે એક ખૂબ જ ચેપી રોગ છે. નોરોવાયરસ ઉલટી બગ સહિતનાં અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે.
અપીલ / અમેરિકા સહિત 15 દેશોએ તાલિબાનને શાંતિ માટે અપીલ કરી છે,બકરી ઇદ પહેલા હથિયાર છોડી દો
નોરોનાવાયરસ કોરોનાવાયરસની બિરાદરી સાથે સંબંધિત નથી
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (પીએચઇ) એ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દેશભરમાં નોરોવાયરસનાં કેસો વધવા લાગ્યા છે. આ વાયરસ ખોરાક અને પીણા દ્વારા ફેલાય છે. તમારે આ ખૂબ ચેપી વાયરસ વિશે આ બાબત ખાસ જાણવી જોઈએ. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીએસ) નાં અનુસાર, નોરોવાયરસ એ એક ખૂબ જ ચેપી વાયરસ છે, જે ત્યાં અડધાથી વધુ ખોરાકજન્ય બિમારીઓનું કારણ છે. નોરોવાયરસનાં ઘણા નામ છે, જેમાં એક સ્ટમક ફ્લૂ શામેલ છે, જેનો મોસમી ફલૂ સાથે કોઈ લેવા દેવા નથી, અને આ વાયરસ કોરોનાવાયરસની બિરાદરી સાથે સંબંધિત નથી. સીડીસી અનુસાર, નોરોવાયરસને ‘ફૂડ પોઇઝનિંગ’ અને ‘સ્ટમક બગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી આ રોગને ‘વોમેટિંગ બગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચોંકાવનારો કિસ્સો / ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા
નોરોવાયરસનાં શું છે લક્ષણો
નોરોવાયરસનાં લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાં પછી 12 થી 48 કલાક પછી દેખાય છે અને તે એકથી ત્રણ દિવસ સુધી રહે છે. તેના સૌથી સામાન્ય લક્ષણોમાં ઝાડા, પેટમાં દુખાવો, ઉબકા અને ઉલટી થવી, તાવ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો સામેલ છે. માયો ક્લિનિક મુજબ, આનાથી સંક્રમિત દર્દીઓ પણ એસિમ્પટોમેટિક પણ હોઈ શકે છે, એટલે કે, સંક્રમણ હોવા છતાં તેમની અંદર કોઈ લક્ષણો નજર બતાવતા નથી. ચેપગ્રસ્ત વ્યક્તિઓની મળ અને ઉલટીમાં નોરોવાયરસ જોવા મળે છે. આ વાયરસ લોકોને ધોયા વગરનાં ખોરાક, દૂષિત પાણી અથવા દૂષિત સપાટીઓ દ્વારા સંક્રમિત કરી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ એક સાથે અબજો નોરોવાઈરસ કણો મુક્ત કરી શકે છે. સીડીસી અનુસાર, તેનો એક નાનો કણ પણ બીજા વ્યક્તિને બીમાર કરી શકે છે. તે નોરોવાયરસથી દૂષિત ખોરાક ખાવાથી અથવા પીવાનાં પાણીથી ફેલાય છે. આ સિવાય દૂષિત સપાટીને સ્પર્શ કર્યા પછી જો મોઢાને સ્પર્શ કરવામાં આવે તો પણ ચેપ લાગી શકે છે. નોરોવાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધા સંપર્ક દ્વારા અને તેમની સાથે ખોરાક શેર કરવા અથવા વાસણોનો ઉપયોગ કરવાથી થાય છે.