Not Set/ રેલ્વેના ટેન્ડર સ્કેમ મામલે EDએ લાલુપ્રસાદ સહિત ૧૩ આરોપીઓ સામે દાખલ કરી ચાર્જસીટ

નવી દિલ્હી, ચારા ગોટાળામાં આરોપી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJDના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની જમાનત આગળ વધારવા માટે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે, ત્યારે શુક્રવારે તેઓને વધુ એક ઝટકો લાગ્યો છે. ED દ્વારા હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સ્કેમ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેઓના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહિત […]

India Trending
Lalu e1494916032565 રેલ્વેના ટેન્ડર સ્કેમ મામલે EDએ લાલુપ્રસાદ સહિત ૧૩ આરોપીઓ સામે દાખલ કરી ચાર્જસીટ

નવી દિલ્હી,

ચારા ગોટાળામાં આરોપી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJDના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની જમાનત આગળ વધારવા માટે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે, ત્યારે શુક્રવારે તેઓને વધુ એક ઝટકો લાગ્યો છે. ED દ્વારા હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સ્કેમ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેઓના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહિત કુલ ૧૩ આરોપીઓ સામે ચાર્જસીટ દાખલ કરી છે.

શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન CBI દ્વારા કહેવામાં આવ્યું, “મુંબઈમાં લાલુ પ્રસાદ સારવાર કરાવીને આવે છે અને પોતાના ઘરે ચાલ્યા જાય છે. ત્યારે તેઓ મળેલી જમાનતનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટર દ્વારા જાણકારી આપી હતી કે, લાલુની તબિયત સતત બગડતી જઈ રહી છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું હતું કે, “એશિયન હાર્ટ ઇન્સ્ટીટયુટ મુંબઈમાં પોતાના પિતાની તબિયત જોવા માટે આવ્યો હતો. તેઓની તબિયત સતત બગડતા અને ઇન્ફેકશનમાં વધારો થતા હું ખુબ ચિંતિત છું. હું દુઆ કરું છું કે, તેઓ જલ્દી સાજા થાય. તેઓની સારવાર માટે ડોક્ટરોની પૂરી ટીમ તૈનાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુપ્રસાદ યાદવની તબિયત લથડતા તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તેઓની જમાનત વધુ ૩ મહિના સુધી વધારવામાં આવે. જો કે હાઈકોર્ટ દ્વારા આ અપીલ ફગાવ્યા બાદ હવે તેઓને ૩૦ ઓગષ્ટ સુધીમાં સરેન્ડર થવું પડશે.