Not Set/ ઉત્તરાખંડના સી.એમએ લીધી મહેસાણાની મુલાકાત

મહેસાણા, ઉત્તરાખંડના સી.એમએ મહેસાણાની મુલાકાત લીધી હતી. તેમના મોટા ભાઈના આશીર્વાદ લીધા હતા અને ભાભીએ ખીર નું જમણ કરાવ્યું હતું. ઉત્તરાખંડના સી.એમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર પોતાના મોટાભાઈના ઘરે પધાર્યા હતા. તેના લીધે પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. તો વળી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના મોટાભાઈ અને ભાભીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહેસાણા […]

Gujarat Trending
cm ઉત્તરાખંડના સી.એમએ લીધી મહેસાણાની મુલાકાત

મહેસાણા,

ઉત્તરાખંડના સી.એમએ મહેસાણાની મુલાકાત લીધી હતી. તેમના મોટા ભાઈના આશીર્વાદ લીધા હતા અને ભાભીએ ખીર નું જમણ કરાવ્યું હતું.

ઉત્તરાખંડના સી.એમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર પોતાના મોટાભાઈના ઘરે પધાર્યા હતા. તેના લીધે પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. તો વળી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના મોટાભાઈ અને ભાભીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

મહેસાણા ખાતે મોટાભાઈ સાથે પારિવારિક મુલાકાત કરી પારિવારિક વાતો કરી હતી. તો બીજી તરફ મહેસાણા ભાજપ દ્વારા એરોડ્રામ ખાતે સ્વાગત કરાયું હતું.

જોકે પોતાના મોટાભાઈના પરિવાર સાથે થોડો સમય વિતાવ્યા બાદ અમદાવાદ ખાતે ઉદ્યોગકારોને ઉત્તરાખંડમાં આમંત્રણ આપવા ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી.