Not Set/ ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગ્યું, જયારે કોંગ્રસનું કામ છે “બ્રેકિંગ ઇન્ડિયા” : અમિત શાહ

નવી દિલ્હી, કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાર શનિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેઓએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને કોંગ્રેસ પર હુમલો પણ બોલ્યો હતો. Delhi: Prime Minister Narendra Modi, BJP President Amit Shah, Senior BJP […]

Top Stories India Trending
Dmk3HfwVAAAi7ws ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગ્યું, જયારે કોંગ્રસનું કામ છે "બ્રેકિંગ ઇન્ડિયા" : અમિત શાહ

નવી દિલ્હી,

કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાર શનિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેઓએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને કોંગ્રેસ પર હુમલો પણ બોલ્યો હતો.

કોંગ્રેસ પર નિધન સાધતા શાહે જણાવ્યું, “ભારતીય જનતા પાર્ટી મેકિંગ ઇન્ડિયામાં લાગી છે, જયારે કોંગ્રેસ બ્રેકિંગ ઇન્ડિયામાં લાગી છે”.

મોદી સરકારની યોજનાઓને ઘર-ઘર સુધી પહોચાડવાની છે

મોદી સરકારની પ્રશંસા કરતા શાહે જણાવ્યું હતું કે, “યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોદી સરકારે ઘણી એવી યોજનાઓ લોન્ચ કરી છે, જેને લોકો સુધી પહોચાડવી જરૂરી છે. ખેડૂતો માટે પાક વીમા યોજના છે, જયારે ગરીબો માટે આયુષ્માન ભારત છે. આ યોજનાઓ અંગે ગામથી લઇ શહેરો સુધી લોકોને જાણકારી આપવાની છે અને તેને લોકોના ઘર ઘર સુધી પહોચાડવાની છે”.

સત્યના આધાર પર ચર્ચા કરે ચિદમ્બરમ એન્ડ કંપની

DmjX9peUwAAMzlv ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગ્યું, જયારે કોંગ્રસનું કામ છે "બ્રેકિંગ ઇન્ડિયા" : અમિત શાહ
national-modi-government-working-making-india-congress-breaking-india-amit-shah-bjp

તેઓએ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ પર નિશાન સાધતા કહ્યું, “ચિદમ્બરમ એન્ડ કંપનીને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પડકાર આપવો જોઈએ કે, તેઓ ફેક્ટ (સત્ય)ના આધાર પર અર્થવ્યવસ્થા, GDP અને જીએસટી અંગે ચર્ચા કરે”.

એક પણ ઘુસપેઠીઓને દેશમાં આવા દેવામાં આવશે નહી.

ભાજપના અધ્યક્ષે દેશભરમાં ચર્ચાઈ રહેલા NRC મુદ્દે કહ્યું, “અમે એક પણ ઘુસપેઠીઓને દેશમાં આવા દેવામાં  આવીશું નહિ. પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જો કોઈ શીખ, હિંદુ, બૌધ કે ક્રિશીયન ભારત પાસે મદદ માંગશે તો તેઓએ શરણ આપવામાં આવશે”.

અટલ બિહારી વાજપેયીને પણ કરાયા યાદ

રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અમિત શાહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. તેઓએ કહ્યું, “અટલ બિહારી વાજપેયીના નિધન બાદ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની પ્રથમ બેઠક છે. અટલજી માટે કહેવા અંગે મારી પાસે શબ્દો નથી. તેઓના ચાલ્યા જવાથી ભારતની રાજનીતિમાં સ્થાન ખાલી થઇ ગયું છે જેની ભરપાઈ થઇ શક્તિ નથી”.

વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન છે જુઠ્ઠાપણા પર આધારિત ગઠબંધન

૨૦૧૯ની લોકસભા ચુટણી પહેલા વિપક્ષી પાર્ટીઓની એકજુથતા નિશાન સાધતા તેઓએ કહ્યું, “આ મહાગઠબંધન જુઠ્ઠાપણા પર આધારિત ગઠબંધન છે અને કાર્યકતાઓએ તેનું સત્ય જનતા સુધી લઈ જવું જોઈએ.