Earthquake/ જાપાન સિવાય ભારત અને મ્યાનમાંરમાં પણ ભૂંકપના આંચકા આવ્યા

જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે 7.6ની  તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કે જાપાનમાં આવેલા ભૂકંપની સાથે સાથે છેલ્લા 24 કલાકમાં ભારતના ઘણા ભાગોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે.

Top Stories World
YouTube Thumbnail 24 જાપાન સિવાય ભારત અને મ્યાનમાંરમાં પણ ભૂંકપના આંચકા આવ્યા

જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે 7.6ની  તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કે જાપાનમાં આવેલા ભૂકંપની સાથે સાથે છેલ્લા 24 કલાકમાં ભારતના ઘણા ભાગોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. સોમવારે રાત્રિના સમયે ઉત્તર ભારત સહિત વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આસામના ધુબરીમાં રાત્રે 11.23 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા ભારતમાં ભકૂંપ આંચકા અનુભવાયાની માહિતી આપવામાં આવી.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સિસ્મોલોજી સેન્ટર જાપાનના ભૂકંપને સૌથી શક્તિશાળી પૈકીનો એક ગણાવે છે. ભૂકંપના આંચકાના કારણે શહેરના અનેક માર્ગોમાં તિરાડો પડી અને થાંભલા પણ ઉખડી ગયા હતા. જાપાનમાં છેલ્લા 24 કલાકમાં 4.0થી વધુની તીવ્રતાના 56 ભૂકંપ આવ્યા છે.

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર જાપાન અને ભારત ઉપરાંત નાગાલેન્ડમાં પણ ભૂંકપના આંચકો અનુભવાયા હતા. નાગાલેન્ડમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. લદ્દાખમાં પણ મોડી રાત્રે 10:15 મિનિટે 29 સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી હતી. તે જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં ભારતની આસપાસના ભૂટાનમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઉપરાંત આ સિવાય તાજિકિસ્તાનમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મ્યાનમારમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આટલા બધા ભૂકંપ બાદ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તે જાણીતું છે કે મુખ્યત્વે કાશ્મીર અને ઉત્તર ભારતના લેહ-લદ્દાખ ક્ષેત્ર લાંબા સમયથી ભૂકંપનો સામનો કરી રહ્યા છે.