SMC/ ગુજરાતમાં દારૂ-જુગાર પર કડક કાર્યવાહીનો પોલીસના દાવોનો ઉડાડ્યો છેદ, SMC એ કરોડોનો મુદામાલ જપ્ત કર્યો

વર્ષ 2023માં દારૂ-જુગારના કેસોના આંકડા જોઈ સામાન્ય માણસ પણ ચોંકી જશે. ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા એક વર્ષમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે.

Gujarat
126059713 82867dcd 1117 4b5c b8f8 6cac6de64f24 ગુજરાતમાં દારૂ-જુગાર પર કડક કાર્યવાહીનો પોલીસના દાવોનો ઉડાડ્યો છેદ, SMC એ કરોડોનો મુદામાલ જપ્ત કર્યો

ગુજરાતમાં દારૂ અને જુગાર પર પ્રતિબંધ છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવે છે. જો કે પોલીસના આ દાવા ફક્ત પોકળ સાબિત થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલએ છેલ્લા 1 વર્ષમાં કરોડોનો મુદામાલ જપ્ત કર્યો. ગુજરાતમાં 2023માં દારૂ-જુગાર પ્રતિબંધના 466 અને જુગારના 141 કેસ નોંધાયા છે. જ્યારે 2022માં જુગારના 120 કેસ અને 440 કેસ પ્રોહીબીશનના કરવામાં આવ્યા હતા. દારૂ-જુગાર પર પ્રતિબંધ છતાં આ કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલએ (SMC) 2023માં પ્રોહિબિશનના 466 કેસ નોંધ્યા. જેમાં જુગારના 141 કેસો નોંધી 74 લાખની રકમ ઝડપી હતી. જ્યારે પ્રોહિબિશનના 466 કેસ નોંધી 20 કરોડના દારૂનો મુદામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતમાં 2023માં પ્રતિબંધિત દારૂ અને જુગારના કેસોમાં વધારો થયો છે. 2023ની સરખામણીએ 2022માં આ પ્રતિબંધિત ગુનાનું પ્રમાણ ઓછું હતું. 2022માં દારૂ અને જુગારના કેસોમાં 22.75 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની સામે 2023માં આ પ્રમાણમાં બમણું જોવા મળતા દારૂ અને જુગારનો કુલ 43 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલએ 2022માં જુગારના 120 કેસ, દારૂના 446 કેસ કર્યા અને 440 કેસ પ્રોહીબીશનના કર્યા હતા. જેમાં 10 કરોડનો દારૂ અને જુગારના કેસમાં 63.74 લાખની રકમ જપ્ત કરી હતી. રાજ્યમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ વધવા પાછળ વહીવટદારો અને સ્થાનિક પોલીસની મિલીભગત હોવાનું માનવામાં આવે છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલએ પ્રતિબંધિત વસ્તુઓ મામલે પોલીસની કડક કાર્યવાહીની કામગીરીને ખુલ્લી પાડી છે.

વર્ષ 2023માં દારૂ-જુગારના કેસોના આંકડા જોઈ સામાન્ય માણસ પણ ચોંકી જશે. ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા એક વર્ષમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. જો કે હાલમાં ગિફ્ટ સિટીમાં દારૂ પર છૂટછાટ આપવામાં આવતા કેટલાક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ આ નિશ્ચિત વિસ્તાર સિવાય સમગ્ર ગુજરાતમાં દારૂ અને જુગાર પર પ્રતિબંધ છે. અને આ મામલે પોલીસ કડક વલણ દાખવતા દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી રહી છે.