Not Set/ રાજકોટ કોરોના જવાની રાહમાં,24 કલાકમાં વધુ 55 દર્દીઓના મોત જ્યારે બપોર સુધીમાં 146 નવા કેસ

રાજકોટમાં ફરી એક વખત કોરોના કેસની સંખ્યાની સાથે મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવતાં રાજકોટવાસીઓને થોડી રાહત મળી છે.જો કે આંશિક રાહતની વચ્ચે ભયનો માહોલ યથાવત જોવા મળ્યો છે.

Top Stories Gujarat
rajkot new case 4 રાજકોટ કોરોના જવાની રાહમાં,24 કલાકમાં વધુ 55 દર્દીઓના મોત જ્યારે બપોર સુધીમાં 146 નવા કેસ

રાજકોટમાં ફરી એક વખત કોરોના કેસની સંખ્યાની સાથે મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવતાં રાજકોટવાસીઓને થોડી રાહત મળી છે.જો કે આંશિક રાહતની વચ્ચે ભયનો માહોલ યથાવત જોવા મળ્યો છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીઓના મોત નીપજ્યાં છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જ્યારે કુલ કેસની સંખ્યા 37717પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3253 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 527 દર્દીઓકોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે બપોર સુધીમાં નવા 146 કેસ નોંધાયા છે.

Rajkot says 94 Covid deaths in 3 months but crematorium & burial ground  data puts it at 1,247

 

 

તા. 09/05/2021 ના કુલ ટેસ્ટ :- 6097

કુલ પોઝિટિવ :- 351
પોઝિટીવ રેઈટ :- 5.75 %
કુલ ડીસ્ચાર્જ :- 527

આજે તા. 10/05/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 146
કુલ પોઝિટિવ કેસ :- 37717
કુલ ડિસ્ચાર્જ : 34145
રિકવરી રેઈટ : 90.88 %
કુલ ટેસ્ટ :- 1060646
પોઝિટિવિટી રેઈટ :- 3.54 %

 બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 7649 લોકોએ કોરોના વેકસીન લીધી

123 182 રાજકોટ કોરોના જવાની રાહમાં,24 કલાકમાં વધુ 55 દર્દીઓના મોત જ્યારે બપોર સુધીમાં 146 નવા કેસ

રાજકોટ શહેરમાં આજે તા. 10/05/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3865 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3784 સહિત કુલ 7649 નાગરિકોએ રસી લીધી.

રાજકોટમાં દાણાપીઠ ના વેપારીઓ દ્વારા અડધા દિવસનું લોકડાઉન એક સપ્તાહ ફરીથી લંબાવવામાં આવ્યું છે. દાણાપીઠ ના એક નામાંકિત વેપારીનું પૂર્ણ ની સારવાર દરમ્યાન મોત નિપજતા બજારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

રાજકોટની દાણાપીઠમાં લોકડાઉન લંબાવાયું, આવતીકાલે શાકભાજી માર્કેટયાર્ડ પણ  સજ્જડ બંધ | rajkot danapith extend lockdown vegetable market also closed  tomorrow | Gujarati News - News in ...

માર્કેટીંગ યાર્ડ-શાકભાજી વિભાગ માર્ગદર્શિકાના અમલમાં નિષ્ફળ,સાત દિવસ સુધી દુકાન સીલ કરવાની RMC દ્વારા ચીમકી

Lockdown, Saurashtra, Bedi Market Yard, Rajkot, Wheat, Corona - Lockdown:  सौराष्ट्र के सबसे बड़े राजकोट बेडी मार्केट यार्ड में कामकाज फिर शुरू, पहले  दिन लगी गेहूं की बोली ...

રાજકોટના માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગમાં મહાનગર પાલિકા અને પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક લોકો કોરોના ની રેડ લાઈનનો ભંગ કરી રહ્યા હોવાનું નોંધવામાં આવ્યું હતું. જેના કારણે અનેક ને દંડ ફટકારવામાં આવ્યા હતા. તેમજ બે પ્લેટફોર્મ વચ્ચેના ફેન્સીંગ કરવામાં આવી છે. જેના કારણે એક જગ્યા પરથી એન્ટ્રી અને બીજી જગ્યા પરથી એક્ઝિટ થાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની માર્ગદર્શિકાના અમલમાં માર્કેટિંગ યાર્ડ નિષ્ફળ રહેતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. જેના પગલે લોકટોળા એકત્રિત થશે તો જરૂર પડ્યે સાત દિવસ સુધી દુકાન સીલ કરવાની મહાનગરપાલિકા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

majboor str 6 રાજકોટ કોરોના જવાની રાહમાં,24 કલાકમાં વધુ 55 દર્દીઓના મોત જ્યારે બપોર સુધીમાં 146 નવા કેસ