Supreme Court/ ‘ગૃહિણીઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે’, સર્વોચ્ચ અદાલતે કરી ટિપ્પણી

નાણાંકીય દ્રષ્ટિએ ઘરોમાં ગૃહિણીઓના યોગદાનનું મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, સ્ત્રીનું તેના ઘર માટે યોગદાન ઘણું ઊંચુ અને અમૂલ્ય છે. ગૃહિણીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે એક-એક કરીને એક સ્ત્રી ઘર માટે જે યોગદાન આપે છે તેનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરીએ, તો તેમાં કોઈ શંકા નથી કે તેનું યોગદાન…..

Top Stories India
Beginners guide to 53 1 ‘ગૃહિણીઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે’, સર્વોચ્ચ અદાલતે કરી ટિપ્પણી

New Delhi News: સર્વોચ્ચ અદાલતે ગૃહિણીઓ અને તેમના કામને લઈને મોટી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ગૃહિણીઓની આવક લઘુત્તમ વેતન કાયદા હેઠળ નિર્ધારિત આવક કરતાં ઓછી ન ગણી શકાય. ઘરની મહિલાઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, અદાલતે મોટર વ્હીકલ એક્ટ હેઠળ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને આપવામાં આવતા વળતરમાં વધારો કરવાનો આદેશ આપતાં ટિપ્પણી કરી હતી.

She Makes The Home, She Minds The Business, Too

ન્યાયાધીશ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે નાણાંકીય દ્રષ્ટિએ ઘરોમાં ગૃહિણીઓના યોગદાનનું મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, સ્ત્રીનું તેના ઘર માટે યોગદાન ઘણું ઊંચુ અને અમૂલ્ય છે. ગૃહિણીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે એક-એક કરીને એક સ્ત્રી ઘર માટે જે યોગદાન આપે છે તેનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરીએ, તો તેમાં કોઈ શંકા નથી કે તેનું યોગદાન ઘણું સૌથી ઊંચુ હશે અને તે અમૂલ્ય યોગદાન છે.

શું છો સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાના અકસ્માતના કેસની સુનાવણી ચાલી રહી હતી. મહિલાના પતિ અને બાળકો વતી અરજી દાખલ કરવામાં આવી હતી. એક કાર અકસ્માતમાં 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું. શરૂઆતમાં મહિલાના પરિવારે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીને વળતરની માગ કરી હતી.  મોટર વ્હીકલ એક્ટ કેસમાં રૂપિયા 2.5 લાખનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ અરજદારે વળતરની રકમ અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ અરજદારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે મહિલાનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર 50 વર્ષની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા કામ કરે છે પરંતુ જો એવું માની લેવામાં આવે કે તે કામ કરતી નથી, તો તેમાં કોઈ શંકા નથી કે તે ગૃહિણી હતી તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ આવકની ગણતરીને દૈનિક વેતનથી ઓછી આંકી શકાય નહીં.

આ સમગ્ર મામલો ઉત્તરાખંડનો છે. ઉત્તરાખંડ રાજ્યમાં લઘુત્તમ વેતનનો કાયદો છે. આ અંતર્ગત નક્કી કરેલાં દૈનિક વેતન કરતાં ઓછું મૂલ્યાંકન કરી ન શકાય. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આવી સ્થિતિમાં મૃતકની આવક 4 હજાર રૂપિયા પ્રતિ માસ જેટલી ગણવામાં આવશે અને વળતરની રકમ રૂપિયા 6 લાખ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ