4 Day Work Week Trial/ ‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

‘ફોર ડે વીક’ નીતિ અંતર્ગત કર્મચારીઓએ પોતાના 80 ટકાના સમયમાં 100 ટકા કામ આપ્યું છે. જેનાથી કંપની પર તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. જ્યારે 50 ટકા લોકો….

Top Stories World
YouTube Thumbnail 2024 02 23T134615.486 ‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે...

United Kingdom News: ચાર દિવસ કામ કરવાના પ્રયોગમાં ભાગ લેનારી બ્રિટનમાં મોટા ભાગની કંપનીઓને આ નીતિ અનુકૂળ લાગી રહી છે. આ કંપનીઓએ પ્રતિ સપ્તાહ ચાર દિવસ કામ કરવાની નીતિને સ્વીકારી લીધી છે. 2022માં છ મહિનાના બ્રિટનમાં શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવાવાળી 61 કંપનીઓમાંથી 54 જેટલી કંપનીઓ એટલે કે 89 ટકાએ 1 વર્ષ થઈ ગયું હોવા છતાં ચાર દિવસ કામ કરવાની નીતિ પર યથાવત રહી છે.

UK four day work week trial: What are the pros and cons? | World Economic Forum

એક રિપોર્ટ પ્રમાણે 55 ટકા પ્રોજેક્ટ મેનેજર અને સીઈઓએ જણાવ્યું છે કે, ‘ફોર ડે વીક’ નીતિ અંતર્ગત કર્મચારીઓએ પોતાના 80 ટકાના સમયમાં 100 ટકા કામ આપ્યું છે. જેનાથી કંપની પર તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. જ્યારે 50 ટકા લોકો એવા હતા જેમનું કામ આપવાનું ઓછું થઈ ગયું હતું. 32 ટકાના મતે આનાથી નોકરીની ભરતીમાં સુધારો જોવા મળશે.

બોસ્ટન કોલેજના સમાજશાસ્ત્રના પ્રોફેસર જૂલિયેટ શૉરએ એક રિપોર્ટમાં પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે, ફોર ડે વીક એક્સપરિમેન્ટના પરિણામમાં વાસ્તવિક અને લાંબા સમય સુધી આનો પ્રભાવ રહેશે. આ કાર્યશૈલીથી કર્મચારીઓની શારીરિક, માનસિક, સ્વાસ્થ્ય , કામ અને અંગત જીવનમાં સંતુલન 6 મહિનાની તુલનામાં ઘણું સારૂ છે.

કેમ્બ્રિજ, સેલફોર્ડ, બોસ્ટન યુનિવર્સિટીઓના સંશોધન મુજબ લગભગ 956 ટકા કર્મચારીઓએ કહ્યું કે તેમને વ્યક્તિગત રીતે લાભ પહોંચ્યો છે. 86 ટકાના કામ પર સુધારો જોવા મળ્યો છે. 38 ટકા લોકો માને છે કે તેમની કંપની વધારે સફળ થઈ છે. 24 ટકા સારસંભાળને લઈ કામ કરતા લોકોને ફાયદો થયો છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ

આ પણ વાંચો:રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી

આ પણ વાંચો: