Ahmedabad/ રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી

મણીનગરમાં લૂંટના આ બનાવને પગલે દાગીનાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મણીનગરમાં આવેલી જય ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણથી ચાર શખ્સો લૂંટના ઈરાદે જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા હતા.

Top Stories Gujarat

@Nikunj Patel

Ahmedabad News: અમદાવાદના મણીનગર વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં કેટલાક અજાણ્યા શખ્સો રિવોલ્વર સાથે જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા હતા. તેમણે દુકાનના માલિકને શસ્ત્રોની ધાક બતાવીને અંદાજે 11 લાખની કિંમતના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મણીનગરમાં લૂંટના આ બનાવને પગલે દાગીનાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મણીનગરમાં આવેલી જય ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણથી ચાર શખ્સો લૂંટના ઈરાદે જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા હતા.

ત્રણ પૈકી એક શખ્સ પાસે રિવોલ્વર હતી. આરોપીઓએ રિવોલ્વરની ધાક બતાવીને દુકાનના શોકેસમાંથી દાગીનાની લૂંટ ચલાવી હતી. દાગીના થેલામાં ભરી આ શખ્સો પલાયન થઈ ગયા હતા. લૂંટનો આ બનાવ જ્વેલર્સની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધ હાથ ધરી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:

આ પણ વાંચો: