કર્ણાટક/ વિદ્યાર્થીઓએ ભગવો હિજાબ પહેરીને માર્ચ કરી, જય શ્રી રામના નારા લગાવ્યા

ઉડુપી જિલ્લાના કુંડાપુરમાં, કોલેજના ગણવેશ સાથે કેસરી હિજાબ પહેરેલા વિદ્યાર્થીઓએ શનિવારે રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા.

Top Stories India
ઉડુપી જિલ્લાના કુંડાપુરમાં, કોલેજના ગણવેશ સાથે કેસરી હિજાબ પહેરેલા

કર્ણાટકના ઉડુપી માં બે કોલેજોએ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ આ મુદ્દે વિવાદ વકર્યો છે. મુસ્લિમ યુવતીઓ તેનો વિરોધ કરી રહી છે. તે જ સમયે, મુસ્લિમ વિદ્યાર્થિનીઓની આ માંગના વિરોધમાં શનિવારે કેટલીક વિદ્યાર્થિનીઓ ભગવા હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. આ દરમિયાન તેઓએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

ઉડુપીમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવા પરના પ્રતિબંધ અંગે, કોલેજ સત્તાવાળાઓએ કહ્યું છે કે હિજાબનો કોલેજ યુનિફોર્મમાં સમાવેશ નથી, તેથી તેને ક્લાસમાં પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભગવા હિજાબ પહેરેલા વિદ્યાર્થીઓનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

કુંડાપુર જુનિયર કોલેજ અને આરએન શેટ્ટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે તો અમે કેસરી હિજાબ પહેરવાનું ચાલુ રાખીશું, એમ તેમણે કહ્યું. પરિસ્થિતિને જોતા કોલેજ મેનેજમેન્ટ અને પોલીસે બેઠક યોજી હતી. આ પછી આરએન શેટ્ટી કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી.