Not Set/ Realme U1 ફોન લોન્ચ થયો ભારતમાં, જાણો કિંમત, સ્પેસીફીકેશન

Realme U1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. U સીરીઝનો આ સ્માર્ટફોનનું ફોકસ ફોટોગ્રાફી પર છે. આ ફોનમાં 25 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. એટલે સેલ્ફીનાં દીવાનાઓ માટે આ ફોન બેસ્ટ છે. આ કંપની ચાઈનીઝ બ્રાન્ડ ઓપ્પોનો જ એક ભાગ છે જે પોતાને એક સ્વતંત્ર કંપની તરીકે ગણાવે છે. આ ફોનમાં 6.3 ઇંચની વોટરડ્રોપ નોચ સાથેની ડિસ્પ્લે […]

Top Stories India
realme Realme U1 ફોન લોન્ચ થયો ભારતમાં, જાણો કિંમત, સ્પેસીફીકેશન

Realme U1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. U સીરીઝનો આ સ્માર્ટફોનનું ફોકસ ફોટોગ્રાફી પર છે. આ ફોનમાં 25 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. એટલે સેલ્ફીનાં દીવાનાઓ માટે આ ફોન બેસ્ટ છે. આ કંપની ચાઈનીઝ બ્રાન્ડ ઓપ્પોનો જ એક ભાગ છે જે પોતાને એક સ્વતંત્ર કંપની તરીકે ગણાવે છે.

આ ફોનમાં 6.3 ઇંચની વોટરડ્રોપ નોચ સાથેની ડિસ્પ્લે છે. 4GB RAM, ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, ફેસ અનલોક અને બીજું ઘણું બધું આ ફોનમાં અવેલેબલ છે.

ભારતમાં આ ફોનની કિંમત 3GB RAM/ 32GB મોડેલ માટે 11,999 રૂપિયાથી શરુ થઇ રહી છે. જયારે 4GB RAM/ 64GB સ્ટોરેજ મોડેલની કિંમત 14,499 રૂપિયા છે.

આ ફોન માત્ર એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ પર જ મળશે. 5 ડિસેમ્બરથી આ ફોનનું વેચાણ ચાલુ થશે.

લોન્ચ ઓફરમાં કંપની SBI કાર્ડ પર 5% કેશબેક, નો કોસ્ટ EMI, 5,750 રૂપિયા સુધીનો જીઓ બેનેફિટ આપી રહી છે.

આ ફોન 3 કલરમાં મળશે. જેમાં બ્લેક, બ્લુ અને ગોલ્ડ શામેલ છે.

આ ફોનનો વજન 168 ગ્રામ છે. આ ફોનમાં 3,500mAh ની બેટરી છે. ફોનની સ્ટોરેજ કેપેસીટીને તમે માઈક્રો એસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકો છો.