Not Set/ ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં સરેરાશ ૭૨ થી ૭૫ ટકા મતદાન થયું..

ગીરસોમનાથ જીલ્લાની ઉના તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વહેલી સવારે ૭ વાગ્યાથી સાંજ ૫ વાગ્યા સુધી ભારે ઉત્સાહ ભેર અને શાંતિ પૂર્વક મતદાન થયયેલ હતુ

Top Stories Gujarat Gram Panchayat Election 21
2 1 11 ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં સરેરાશ ૭૨ થી ૭૫ ટકા મતદાન થયું..

ગીરસોમનાથ જીલ્લાની ઉના તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વહેલી સવારે ૭ વાગ્યાથી સાંજ ૫ વાગ્યા સુધી ભારે ઉત્સાહ ભેર અને શાંતિ પૂર્વક મતદાન થયયેલ હતુ. જ્યારે આ પંચાયતની ચુંટણીમાં કુલ ૧,૪૫,૨૮૯ મતદારો પૈકી ૪૯,૩૪૫ પુરૂષ મતદારો તેમજ ૫૦,૩૩૧ સ્ત્રી મતદારરોએ પોતાનો મત પત્રનો ઉપયોગ કરીને મતદાન કરેલ  છે. અને કુલ ૯૯,૬૭૬ મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરેલ હતું. અને કુલ ૬૮.૬૧ ટકા ૬૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં શરેરાસ મતદાન થયેલ છે.

લોકોએ પણ આ ચુંટણી પૂર્વ નિમીતે સાંતિ પૂર્વક અને મોન બની મતદાન કેન્દ્રએ પોહચી પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી પસંદગીના ઉમેદવારને મોર મારી હતી. દેલવાડા ગામે ૬ વાગ્યા પછી પણ મતદારોની મોટી લાઇનો મતદાન કરવા માટે મતદાન મથકે ઉમટી પડેલ હોય અને સમય પૂર્ણ થવાના આરે મતદારોને ટોકન આપી મતદાન મથકમાં બોલાવી લેતા વધુ મતદારો લાઇનમાં મતદાન કરવા રાહ જોઇ રહ્યા હતા.

છેલ્લે ચુંટણી અધિકારીએ આપેલી વિગત મુજબ સાંજના ૬ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન ૭૨ થી ૭૫ ટકા સુધી થયેલ હોવાનું જણાવેલ હતું. આ મત પેટીઓમાં સીલ થઇ જતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હવે આ પંચાયતોની ચુંટણી પૂર્ણ થયા બાદ મતગણતરીના દિવસે ઉના શાહ એચ ડી હાઇસ્કુલે આવેલ બિલ્ડીગમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઉનાના ખત્રિવાડા ગામે બન્ને હાથે વિકલાંગ યુવાને મતદાન કર્યુ…
ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉના ખત્રિવાડા ગામના બન્ને હાથે વિકલાંગ યુવાને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોચેલ હતો. અને પોતાનો મત આપ્યો હતો. જ્યારે દેલવાડા ગામે સાસુ-વહુ વચ્ચે કસોકસ ચુંટણીજંગ હોય અને ભારે રસાકસી ભરી ચુંટણીમાં મતદાન કરવા યુવાનોના ટોળે ટોળા મતદાન કરવા ઉમટ્યા હતા…

સીલોજ ગામે વોર્ડ નં.૬ ના મતદારનું મતપત્ર ઉમેદવારે ઝુટવીને ફાડી નાખ્યું..
સીલોજ ગામે ગ્રામ પંચાયતની ચુંટણીનું મતદાન ચાલુ હતું. અને વોર્ડ ૬ ના બુથ ઉપર જાહીબેન કાળુભાઇ બાંભણીયા નામના મતદાર મતદાન કરવા ગયેલ હતા. એ વખતે તેમનું મતપત્ર વોર્ડ ૬ ના એજન્ટે જાહીબેનના હાથ માંથી ઝુટવી લઇ ફાડી નાખતા આ બાબતની ફરીયાદ પ્રિસાઇડીંગ ઓફીસરને કરાયેલ હતી.