Jamnagar Crime News/ જામખંભાળિયામાં ખાનગી કંપનીના કર્મચારીઓ પર ડમ્પર ચડાવી હત્યાનો પ્રયાસ, અજાણ્યા શખ્સ સામે નોંધાયો ગુનો

ખંભાળિયા નજીક ખાનગી કંપનીના કર્મચારીઓ ઉપર ડમ્પર ચડાવી અને હત્યાના કરવામાં આવ્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 64 જામખંભાળિયામાં ખાનગી કંપનીના કર્મચારીઓ પર ડમ્પર ચડાવી હત્યાનો પ્રયાસ, અજાણ્યા શખ્સ સામે નોંધાયો ગુનો

જામખંભાળિયા નજીક ખાનગી કંપનીના કર્મચારીઓ ઉપર ડમ્પર ચડાવી અને હત્યાના કરવામાં આવ્યો. ખંભાળિયાના એસ્સાર કંપનીની સિક્યુરિટીમાં ફરજ બજાવે છે. એસ્સાર કંપનીનીના કર્મચારીઓએ હત્યાના પ્રયાસ મામલે ફરિયાદ નોંધવી છે.

પોલીસ ફરિયાદ મુજબ યોગેશ્વરનગર-1 વિસ્તારના રહેવાસી જુવાનસિંહ બનેસંગ જાડેજા અને તેમના સાથી કર્મચારીઓ પર 17મીના રોજ રાત્રે 9:30 વાગ્યાના સમયે પરોડીયા ગામના વાડી વિસ્તારની સીમમાં તેમની ફરજ પર રહ્યા હતા. ત્યારે આ સ્થળેથી પસાર થતા એક ડમ્પરને તેઓએ હાથના ઇશારાથી અટકાવ્યું હતું. આ ડમ્પર ચલાવતા અજાણ્યા શખ્સએ ડમ્પરમાં બ્રેક મારી હતી. પરંતુ અહીં રહેલા સિક્યુરિટીના જુવાનસિંહ જાડેજા તેમજ અન્ય કર્મચારીઓ ડમ્પર નજીક પહોંચતા તેઓને કચડી નાખી અને મારી નાખવાના ઈરાદાથી તેના પર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુમાં ફરિયાદી જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું કે ડમ્પર બેઠેલા એક વ્યક્તિ કે જેનું નામ રાયદે ડોસલ ગઢવી છે અને તે પરોડીયા ગામનો રહેવાસી છે તેઓ કહી રહ્યા હતા કે તેમના ઉપર ચડાવી દો. આજે તો જાનથી મારી નાખવા છે. આમ કહેતા જ લોંખડની પાઈપ કાઢી મારવા પ્રયાસ કર્યો હતો. અને સિક્યુરિટીના વાહનમાં તોડફોડ કરી હતી. આથી મારી સાથે અન્ય કર્મચારીઓએ પણ ત્યાંથી ભાગી ગયા. આ સમગ્ર મામલે સલાયા મરીન પોલીસે પરોડીયા ગામના રાયદે ડોસલ ગઢવી, ભરત રાયદે ગઢવી અને એક અજાણ્યા શખ્સ સામે આઈ.પી.સી. કલમ 307, 427, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Punjab Crime News/લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની પરિવારજનોએ જ કરી હત્યા, પોલીસ કરી રહી છે ગુનેગારોની શોધખોળ

આ પણ વાંચોઃ Breaking News/પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, સીટ શેરિંગ મામલે ભાજપ અને ભત્રીજા ચિરાગ સાથે બગડયા સંબંધો

આ પણ વાંચોઃ Breaking News/મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી