Surendranagar/ જરૂરિયાત મંદ વિધવા મહિલાઓને ગરમ ધાબળાનું વિતરણ કરાયું

વિધવા મહિલાઓનાં સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગરનાં ઉપક્રમે સ્વં.કંચનબેન નટવરલાલ હાલાની સ્વ. પંકજ નટવરલાલ હલાણીની સ્મૃતિમાં…

Gujarat Others
11 5 sixteen nine 3 જરૂરિયાત મંદ વિધવા મહિલાઓને ગરમ ધાબળાનું વિતરણ કરાયું

વિધવા મહિલાઓનાં સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગરનાં ઉપક્રમે સ્વં.કંચનબેન નટવરલાલ હાલાની સ્વ.પંકજ નટવરલાલ હલાણીની સ્મૃતિમાં નાના બાળકો ધરાવતી 121 વિધવા મહિલાઓને ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ એડવોકેટ પ્રવિણસિંહ ઝાલાનાં પ્રમુખ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે ચંદ્રસિંહ પરમાર, કલ્પેશ દવે, બિપિન ખાંડલા, ભુપેન્દ્ર દ્વિવેદી, પ્રકાશભાઈ ભટ્ટ, હેમાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા, સોશિયલ ડીસ્ટન્સ જાળવી વિધવા મહિલાઓને સન્માન પૂર્વક વિતરણ કરાયું હતું, વક્તાઓએ નિર્ધારની સેવાકીય પ્રવૃત્તિની અનુમોદના કરી હતી. આ પ્રોજેક્ટની સફળતા માટે સંસ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ, નિર્ધાર ટીમનાં બહેનોએ જહેમત ઉઠાવી હતી. આમ શહેરમાં એક વિશેષ સેવા પુષ્પ વિધવા મહિલાઓને સમર્પિત કરાયું હતું.

Gujarat: પરીક્ષાનાં સમયને લઇને આ કોલેજમાં વિદ્યાર્થી અને સંચાલક વચ્ચે…

Metro project: અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ…

Vaccine: કોરોના વેક્સીનનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચ્યા બાદ નીતિન પટેલ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો