Ahmedabad/ અમદાવાદ સમગ્ર દેશમાં સૌથી સસ્તું શહેર, આવો છે EMIની દૃષ્ટિએ શહેરોનો ઇન્ડેક્સ

ઘરના ઘરનું સપનું દરેક વ્યક્તિ જોતો હોય છે, પરંતુ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની વાત જ કંઇક અલગ છે કારણ કે માઇગ્રેટ થઇને લોકો અમદાવાદ દિલ્હી મુંબઇ કોલકતા

Ahmedabad Gujarat
house abad અમદાવાદ સમગ્ર દેશમાં સૌથી સસ્તું શહેર, આવો છે EMIની દૃષ્ટિએ શહેરોનો ઇન્ડેક્સ

ઘરના ઘરનું સપનું દરેક વ્યક્તિ જોતો હોય છે, પરંતુ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની વાત જ કંઇક અલગ છે કારણ કે માઇગ્રેટ થઇને લોકો અમદાવાદ દિલ્હી મુંબઇ કોલકતા અને પૂણે જેવા મોટા શહેરમાં આવતા હોય છે અને શહેરમાં પોતાનું ઘર હોય તેવી લાગણી દરેકની હોય છે. જોકે આ મોંઘવારીની વચ્ચે મકાન ખરીદવું એટલું આસાન નથી, છતાં દેશમાં અમદાવાદ સસ્તા ઇએમઆઇ બાબતે પ્રથમ ક્રમે આવે છે.

હાઉસિંગ માર્કેટમાં અમદાવાદે દેશમાં બાજી મારી
પ્રોપર્ટી માર્કેટમાં મુંબઇ સૌથી મોંઘું શહેર
અમદાવાદ સમગ્ર દેશમાં સૌથી સસ્તું શહેર
EMIની દૃષ્ટિએ શહેરો હાઉસિંગ માર્કેટનો ઇન્ડેક્સ
અમદાવાદમાં આવકની સામે EMI દેશમાં સૌથી ઓછો

હાઉસિંગના માર્કેટમાં અમદાવાદ દેશમાં સૌથી સસ્તું શહેર છે. નાઈટ ફ્રેન્ક પ્રોપર્ટી કન્સલ્ટન્સીના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. આ રિપોર્ટ મુજબ, દેશમાં મુંબઈ સૌથી મોંઘું શહેર છે. એજન્સીએ આ રિપોર્ટ પ્રોપર્ટીની કિંમત, હોમ લોનનું વ્યાજ અને ઘર ખરીદનારની આવકને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. 2010માં એફોર્ડેબલ હાઉસિંગમાં અમદાવાદની ટકાવારી 46% હતી , જે 2020માં 24% થઈ ગઈ છે, એટલે કે અમદાવાદમાં ધારી લો મારી આવક 100 રૂપિયા હોય તો એમાંથી 24 રૂપિયા EMIમાં જાય, જ્યારે મુંબઈમાં મારી આવક 100 રૂપિયા હોય તો 61 રૂપિયા EMIમાં જાય. અમદાવાદ પછી ચેન્નઈ અને પુણે સસ્તું છે. દસ વર્ષના ઇએમઆઇ ઇન્ડેક્સ પર નજર કરીએ તો અમદાવાદમાં મોંઘવારીના કાળમાં પણ ઇએમઆઇ સૌથી ઓછા નોંધાયા છે.

શહેર          2010માં રૂ.100 એ કેટલો EMI    2020માં રૂ.100 એ કેટલો EMI
મુંબઈ                   93.%                                                         61%
NCR                    53%                                                          38%
બેંગલુરુ                48%                                                          28%
પુણે                      39%                                                          26%
ચેન્નઈ                   51%                                                           26%
હૈદરાબાદ            47%                                                          31%
કોલકાતા             45%                                                          30%
અમદાવાદ         46%                                                      24%

દેશમાં EMIની બાબતે નાગરિકોની સ્થિતિ સુધરી
આવકમાં વધારો, તો લોનનો વ્યાજ દર નીચો
સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો પણ મુખ્ય કારણ

નાઈટ ફ્રેન્ક પ્રોપર્ટી ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, દેશનાં ટોપ 8 શહેરમાં પરવડે એવા મકાનનો આ રેસિયો સારો એવો સુધર્યો છે. એની પાછળનાં મુખ્ય કારણોમાં આવકમાં વધારો, નીચો વ્યાજદર, પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો, સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…