Political/ અંગત સચિવની ઝડપી નિયુકિત નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવા પરેશ ધાનાણીની ચીમકી 

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે,  કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવ ની જગ્યા ઉપર એચ.જે.પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર છે અને ગત 31 જાન્યુઆરી 2020 ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા. 

Top Stories Gujarat Others
chhotu vasava 4 અંગત સચિવની ઝડપી નિયુકિત નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવા પરેશ ધાનાણીની ચીમકી 

રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવા આક્ષેપ સાથે  વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર  લખ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે,  કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવ ની જગ્યા ઉપર એચ.જે.પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર છે અને ગત 31 જાન્યુઆરી 2020 ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા.

છતાંય આજ દિન સુધી આ જગ્યા ભરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ અંગે ની કાર્યવાહી કર્યાને પણ સાડા ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂક ની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માટેની કાર્યવાહી પણ કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ને લખેલા પત્રમાં પરેશ ધાનાણી કે આક્રોશ સાથે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિભાગોમાં અને મંત્રીઓના અંગત સચિવ તરીકે તેમના માનીતા અધિકારીઓને નિમણૂંકની કાર્યવાહી એક સપ્તાહ કરતા ઓછા સમયમાં પૂરી કરી દેવામાં આવે છે એટલું જ નહીં આ નિમણૂકો માં 7 જુલાઇ 2016 ના પરિપત્ર નું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓની નિમણુક પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો છે.

Political / અમેઠીમાં રાહુલને પરાજિત કર્યા બાદ, સોનિયા ગાંધીની રાયબરેલી બ…

કાયદો / લવ જેહાદ મામલે Dy. CM નીતિન પટેલે શું આપ્યું નિવેદન ?…

આ તબક્કે પરેશ ધાનાણીએ નિવૃત્ત થયેલા સરકારના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની વિગતો પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના ધ્યાને દોરી છે. જેમાં વર્ષ 2013માં વય નિવૃત થઈ ચૂકેલા સનદી અધિકારી અને 68 વર્ષના કૈલાસનાથન ના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત નિવૃત્ત અન્ય આઈએએસ અધિકારી બી.એન.નવલાવાલા , જે.બી.મોઢા, પરીમલ શાહ, અરવિંદ જોશી, મહેશ જોશી, ડી.એમ.પટેલ, સી.જે.ગોઠી, અશોક માણેક, એમ.કે.જાદવ, એસ.એસ.રાઠોડ અને વિજય બધેકા ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અને આ તમામ આઈએએસ અને ઉચ્ચ અધિકારી કક્ષાના નિવૃત્ત થયેલા આ અધિકારીઓ સરકારમાં મુખ્યમંત્રીના સલાહકાર થી માંડીને મુખ્યમંત્રીના સંયુક્ત સચિવ, અગ્ર સચિવ, સચિવ તેમજ અલગ અલગ પ્રોજેક્ટ માં સેવાઓ આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની વય 69 થી 79 સુધીની થવાનું ઉલ્લેખ કરે છે અને આ અંગે પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીની અપીલ કરી છે કે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીના કાર્યાલય થી માંડીને અલગ અલગ જગ્યાઓ ઉપર વય નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક જ ઝડપી કરવામાં આવતી હોય તો મારા કાર્ય માટે નિમણૂકની મંજૂરીમાં સરકાર કેમ વિલંબ કરે છે તેવો પ્રશ્ન કરે છે. વિપક્ષ નેતા માટે ખાલી પડેલી અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…