Russia-Ukraine war/ યુક્રેનનો દાવો રશિયાના હુમલામાં કિવીમાં 228 લોકોના મોત

રશિયાએ યુક્રેન પર સતત મિસાઈલથી હુમલો અવિરત રીતે ચાલુ છે, સતત હુમલાના કારણે યુક્રેનના ઘણા મોટા શહેરો તબાહ થઈ ગયા છે

Top Stories World
1 63 યુક્રેનનો દાવો રશિયાના હુમલામાં કિવીમાં 228 લોકોના મોત

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું.યુદ્વના 25 દિવસોમાં રશિયાએ યુક્રેન પર સતત મિસાઈલથી હુમલો કરી રહ્યા છે , સતત હુમલાના કારણે યુક્રેનના ઘણા મોટા શહેરો તબાહ થઈ ગયા છે. બીજી તરફ લાખો લોકો દેશ છોડીને પલાયન થઇ રહ્યા છે. તબાહીની હદ એ છે કે યુનાઈટેડ નેશન્સ અનુસાર યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.  યુનાઇટેડ નેશન્સનો અંદાજ છે કે યુદ્ધની શરૂઆતથી લગભગ 6.5 મિલિયન લોકો યુક્રેનની અંદર વિસ્થાપિત થયા છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે રશિયાએ જે બોમ્બ છોડ્યા છે તેમાંથી ઘણા વિસ્ફોટ થતા નથી, તેને નિષ્ક્રિય કરવામાં વર્ષો લાગી જશે.યુક્રેને દાવો કર્યો છે કે કિવીમાં 228 લોકોના મોત નિપજ્યા છે.

યુએન રેફ્યુજી એજન્સી અનુસાર યુક્રેનના લગભગ 30 લાખ લોકો એટલે કે 7 ટકા વસ્તીએ દેશ છોડી દીધો છે. તે જ સમયે, એક અંદાજ મુજબ, યુક્રેનમાં રહેતા અને વિસ્થાપિત લોકોમાં, 6 મિલિયન આવા બાળકો છે જેઓ શાળાથી દૂર છે. હવે ટેનિસ વર્લ્ડ સ્ટાર રોજર ફેડરર આવા બાળકોની મદદ માટે આગળ આવ્યો છે. તેમના ફાઉન્ડેશને આ બાળકોને મદદ કરવા માટે 3.8 કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે. રોજર ફેડરરે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી.

ફેડરરે કહ્યું, ‘યુક્રેનની તસવીરો જોઈને હું અને મારો પરિવાર ડરી ગયો છું. નિર્દોષ લોકોને આ રીતે પ્રભાવિત થતા જોઈને હૃદય તૂટી જાય છે. અમે અહીં શાંતિ માટે ઊભા છીએ. અમે યુક્રેનના એવા બાળકોને મદદ કરીશું જેમને કાળજીની સખત જરૂર છે