Not Set/ સરકાર શહીદને બે-ચાર દિવસોમાં ભૂલી જાય છે, પેટ્રોલ પંપના ખોટા વાયદા : શહિદ હેમરાજનો ભાઈ

મથુરા પાકિસ્તાનની ગોળીબારીમાં બીએસએફ  જવાન નરેન્દ્રસિંહના મૃત શરીર સાથે બર્બરતા કરવા બદલ દેશ ગુસ્સામાં છે. આવી જ બર્બરતા વર્ષ ૨૦૧૩માં મથુરાના રહેનારા શહીદ જવાન હેમરાજ સાથે થયું હતું. પાકિસ્તાન બોર્ડરની એક્શન ટીમના સભ્યો હેમરાજનું માથું કાપીને લઇ ગયા હતા. શહીદ હેમરાજના નાના ભાઈ જયવીરે આ મામલા વિશે કહ્યું હતું કે સરકાર એક માથાની બદલામાં દસ માથા […]

Top Stories India Trending
hemraj સરકાર શહીદને બે-ચાર દિવસોમાં ભૂલી જાય છે, પેટ્રોલ પંપના ખોટા વાયદા : શહિદ હેમરાજનો ભાઈ

મથુરા

પાકિસ્તાનની ગોળીબારીમાં બીએસએફ  જવાન નરેન્દ્રસિંહના મૃત શરીર સાથે બર્બરતા કરવા બદલ દેશ ગુસ્સામાં છે. આવી જ બર્બરતા વર્ષ ૨૦૧૩માં મથુરાના રહેનારા શહીદ જવાન હેમરાજ સાથે થયું હતું. પાકિસ્તાન બોર્ડરની એક્શન ટીમના સભ્યો હેમરાજનું માથું કાપીને લઇ ગયા હતા.

Image result for martyr hemraj

શહીદ હેમરાજના નાના ભાઈ જયવીરે આ મામલા વિશે કહ્યું હતું કે સરકાર એક માથાની બદલામાં દસ માથા લાવવાની વાત કરી હતી. સરકારે તો એ કામ કર્યું નહી પરંતુ એ કામ હવે મારો ભત્રીજો કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે બે-ચાર દિવસ પછી સરકાર શહીદને ભૂલી જાય છે. તે લોકો જે વાયદો કરે છે તે ક્યારેય પૂરો નથી કરતા. સરકારે તેના કહ્યા પ્રમાણે પેટ્રોલ પંપ પણ નથી આપ્યો જે મારા ભાઈનું શહીદ સ્મારક પણ નથી બનાવ્યું.

Image result for martyr hemraj

દુશ્મનનો બદલો લેવા માટે મારો ભત્રીજો એટલે કે શહીદ હેમરાજનો દીકરો સેનામાં જવા માટે તૈયારી કરી રહ્યો છે. હાલ તે છઠ્ઠા ધોરણમાં ભણી રહ્યો છે પરંતુ તેને સારી રીતે ખબર છે કે તેના પિતા સાથે પાકિસ્તાન તરફથી શું બર્બરતા કરવામાં આવી હતી.

શહિદ જવાન હેમરાજના ભાઈએ ઘણી વખત નેતાની ઓફીસ પર ધક્કા ખાધા છે પરંતુ નેતા લોકો માત્ર બે-ચાર દિવસ સુધી યાદ રાખે છે ત્યારબાદ દેશ માટે શહીદ થયેલા જવાનોને ભૂલી જાય છે.

Image result for indian army

જયવીરે કહ્યું હતું કે સરકાર ભલે અમારા પરિવારની અવગણના કરી રહ્યું છે પરંતુ બદલો લેવાની ભાવના જરાય ઓછી નથી થઇ. મારો ભત્રીજો પાકિસ્તાન સાથે તેના પિતાની મોતનો બદલો જરૂર લેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એક-બે દિવસમાં હું સોનીપતના શહીદ નરેન્દ્રના ઘરે પણ જઈશ જેથી હું તેમને સાંત્વના આપી શકું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના શહીદ હેમરાજનું માથું કાપીને લઇ ગઈ હતી. હેમરાજનો આખો પરિવાર ત્યારે માથાની માંગને લઈને ઉપવાસ પર બેઠો હતો ત્યારે ઘણા મોટા નેતા તેમને મળવા માટે આવ્યા હતા. ત્યારે જયવીરે નેતાઓને કહ્યું હતું કે જો મારા ભીનું માથું પરત ન લાવી શકતા હોવ તો પાકિસ્તાનના ૧૦ માથા લઇ આવો. પરંતુ એવું ક્યારેય શક્ય ન બન્યું ને હાલમાં જ હેમરાજ જેવી જ ઘટના બીજા બીએસએફના જવાન સાથે થઇ.