પશ્ચિમ બંગાળ/ શુભેંદુ બાદ શિશિર અધિકારીએ TMCનો છોડ્યો સાથ, ભાજપનો પકડ્યો હાથ…

પશ્ચિમ બંગાળમાં TMC સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. તેમને દિગ્ગજ નેતાઓ એક એક કરી તેમના ની દુર થઇ રહ્યા છે.

Top Stories India
election 3 શુભેંદુ બાદ શિશિર અધિકારીએ TMCનો છોડ્યો સાથ, ભાજપનો પકડ્યો હાથ...

પશ્ચિમ બંગાળમાં TMC સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. તેમને દિગ્ગજ નેતાઓ એક એક કરી તેમના ની દુર થઇ રહ્યા છે. અને હવે આ કિસ્સમાં વધુ એક નામ સામેલ થયું છે. હવે મમતા દીદીના ખાસ ગણાતા શિશિર અધિકારિએ તેમનો સાથ છોડ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શિશિર અધિકારી રવિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમણે કહ્યું કે હું મિદનાપુરનું સન્માન બચાવવા આવ્યો છું. શિશિર અધિકારીએ કહ્યું કે ‘હું હંમેશા તાજપુર બંદર ઇચ્છતો હતો, પરંતુ રાજ્ય સરકાર તેને પૂર્ણ થવા દેતી નથી. મારો પરિવાર તમારી સાથે છે, તમને શુભેચ્છાઓ. જય શ્રી રામ, વંદે માતરમ ‘.

નંદિગ્રામની બેઠક પરથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના તેના પિતા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શિશિર અધિકારીએ 24 માર્ચે તેમના પરિવારના ગૃહ જિલ્લામાં પૂર્વના રેલીમાં ઉપસ્થિત રહેવાની ઘોષણા કરી હતી અને ત્યારથી જ અંદેશો આવી ગયો હતો કે તે પણ હવે ભાજપનો હાથ થામશે.

શિશિરે ભૂતકાળમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે “કોણે કહ્યું હતું કે હું તૃણમૂલમાં છું? શું તૃણમૂલ આવું કહે છે?  શુભેંદુએ પાર્ટી છોડી છે ત્યારથી જ તેઓ મારા અને મારા પરિવારની પાછળ પડી ગયા છે.  શિશિર અધિકારીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે શુભેન્દુએ પક્ષ છોડ્યો ત્યારથી તે અહીંથી તેને જડમૂળથી ઉખેડી નાખવા માંગે છે. તે અહીં જે કંઈ પણ કરી રહી છે તે નંદિગ્રામ માટે શરમજનક છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે તેના પર હુમલો થયો હતો. જ્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો ત્યારે તેઓએ કહ્યું – ના, મને કારના દરવાજાથી ઈજા પહોંચી છે. તેમને કેવા પ્રકારની ઇજા થઈ?  એવો તે કેવો ડોક્ટર હતો. જેને નાનકડી ઈજામાં મમતા ને પ્લાસ્ટર કરીને વ્હીલચેર પર બેસાડી દીધી

એક ફિલ્મમાં આવું જ બતાવવામાં આવ્યું હતું. અમારે શું કરવાનું છે  બેસીને ફિલ્મ જોવી પડશે. જ્યારે પીએમ મોદીની રેલીમાં જવા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું – જો તક હોય તો  હું ચોક્કસ પ્રધાનમંત્રીની રેલીમાં જઇશ.મારે આ સાથે કોઈ સમસ્યા નથી.તેમ જ તેમણે કહ્યું હતું કે મને રસી મળી છે, જો શુભેન્દુ કહે છે કે હું તેમના માટે પ્રચાર માટે તૈયાર છું.