Not Set/ બનાસકાંઠાના એક એન્જિ. વિદ્યાર્થીએ કર્યો કમાલ, પાણીનો વેડફાટ અટકાવવા બનાવ્યો એલાર્મ નળ

બનાસકાંઠા જીલ્લાની પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ઘરવપરાશ દરમિયાન થતા પાણીનો વેડફાટ અટકાવવા પોતાનામાં રહેલી અનોખી સુષુપ્ત શક્તિનો ઉપયોગ કરી એલાર્મ નળ બનાવ્યો છે

Gujarat Others
A 227 બનાસકાંઠાના એક એન્જિ. વિદ્યાર્થીએ કર્યો કમાલ, પાણીનો વેડફાટ અટકાવવા બનાવ્યો એલાર્મ નળ

બનાસકાંઠા જીલ્લાની પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ઘરવપરાશ દરમિયાન થતા પાણીનો વેડફાટ અટકાવવા પોતાનામાં રહેલી અનોખી સુષુપ્ત શક્તિનો ઉપયોગ કરી એલાર્મ નળ બનાવ્યો છે અને નળના ઉપયોગ થકી દરેક ઘરમાં થતા પાણીનો વેડફાટ અટકાવી શકાશે તેવું પણ આ વિદ્યાર્થી કહી રહ્યો છે. શું છે આ વિદ્યાર્થીનો અનોખો આઈડિયા આવો જાણીએ….

આ પણ વાંચો : હોળી ધુળેટી મુદ્દે નિતિન પટેલનું નિવેદન, ફક્ત હોલિકા દહનની જ અપાઈ મંજૂરી

આપને જણાવીએ આ યુવક કોઈ મોટો વૈજ્ઞાનિક નથી પરંતુ એક મિકેનીકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી પોલીટેકનીક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલો યુવક ધવલ નાઇ મૂળ ધાનેરા નો વતની છે અને પાલનપુર પોલિટેકનિક હોસ્ટેલમાં રહી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. લોક ડાઉન દરમિયાન કોલેજમાં રજાઓ પડી જતાં ધવલ પોતાના વતન ધાનેરા ગયો હતો. અને ત્યાં તેને અવારનવાર પોતાના સહિત આસપાસના ઘરોમાં થતાં પાણીનો વેડફાટ જોયો અને તેને આ વેડફાતું પાણી જીવનમાં કામ લાગશે તેવો વિચાર આવ્યો અને પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય  તેવું વિચારવાનું શરૂ કર્યું અને પોતાની કોલેજમાં ચાલતા  એસએસઆઇપી પોલીસીની મદદ માંગી અને આ પોલિસીમાં કાર્યરત શિક્ષકોને માર્ગદર્શન હેઠળ શરૂ કર્યું એલાર્મ નળ બનાવવાનો પ્રોજેક્ટ.

આ પણ વાંચો : કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ

મુખ્યત્વે રોજબરોજ લોકોના ઘરે આવતા પાણીનો કોઈ સમય નક્કી હોતો નથી જેને લઈ લોકો પોતાના ઘર વપરાસનું પાણી ભરવા નળ ચાલુ રાખી દેતા હોય છે. અને પાણી ટાંકામાં ભરાઈ ગયા બાદ પણ નળ ચાલુ રહેતા દરરોજ હજારો ઘરોમાં પાણીનો વેડફાટ થયા કરે છે. જેને લઈ આ યુવકે એલાર્મ નળ બનાવ્યો છે. જેના થકી જો કોઈ વ્યક્તિ પોતાના ઘરે આ નળ લગાવે તો પાણી આવતા આ નળમાં એલાર્મ વાગે છે. જેના અવાજ થકી પાણી આવી ગયાની જાણ થાય છે. અને વ્યક્તિ આસાનીથી પોતાના ઘર વપરાસનું પાણી ભરી દે અને તે બાદ નળ બંધ કરી દેતા વેડફાતું પાણી બચી શકે છે.

આ પણ વાંચો : ભક્તો માટે નિરાશાજનક સમાચાર: ગાંધીનગરનું મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે આટલા દિવસ માટે રહેશે

આ નળમાં ઓન મોડ, ઓફ ઓડ અને એલાર્મ મોડ જેવા ત્રણ મોડ મુકવામાં આવ્યા છે.જયારે નળ ચાલુ કરો ત્યારે નળને એલાર્મ મોડમાં મુકવામાં આવે છે. જો એલાર્મનો ઉપયોગ ન કરવો હોય તો ઓફ મોડ પણ આપવામાં આવ્યો છે.ત્યારે આ યુવકે 8 માસથી વધુ સમયનો ઉપયોગ કરી બનાવેલો આ નળનો પ્રોજેક્ટ પરિપૂર્ણ થતા કોલેજ દ્વારા આ વિદ્યાર્થીના અનોખા નળની પેટર્ન લેવાની કામગીરી પણ ચાલી રહી છે.