COVID/ ઝડપથી વધી રહ્યો છે નવો વેરિઅન્ટ, JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા: એકનું થયું મોત

દેશમાં કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક જ દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે.

Gujarat Top Stories Ahmedabad
YouTube Thumbnail 3 2 ઝડપથી વધી રહ્યો છે નવો વેરિઅન્ટ, JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા: એકનું થયું મોત
  • દેશમાં JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં
  • અમદાવાદમાં ગતરોજ એક વ્યકિતનું મોત
  • દેશમાં 24 કલાકમાં 529 કેસ અને 3ના મોત
  • દેશમાં JN.1ના કુલ કેસ 83 એમાં ગુજરાતમાં 36

Ahmedabad News: દેશમાં કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક જ દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. જ્યારે આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યા 69 હતી. જે એક જ દિવસમાં વધીને 109 થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ડિસેમ્બર સુધી દેશમાં કુલ 109 JN.1 વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આ કેસોમાં ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાનમાંથી 4, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે.   દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે.  રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે.

JN.1 1ની સાથે સાથે દેશમાં કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 529 નવા કેસ નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4,093 થઈ ગઈ છે. તે જ સમયે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને કારણે ત્રણ લોકોના મોત થયા છે. મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોવિડ-19ના કારણે બે અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો

આ પણ વાંચો:સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ